અમદાવાદ : શહેરના માધવપુરા વિસ્તારમાં કાપડના વેપારીની દુકાનમાંથી પૂર્વ કર્મચારીએ જ 22 લાખની કિંમતના કાપડના જથ્થાની ચોરી કરી હતી. જે કેસમાં પોલીસે ફરિયાદ ન દાખલ કરતા અંતે વેપારીએ કોર્ટની મદદ લીધી હતી. કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટના આદેશ બાદ આ મામલે માધવપુરા પોલીસે નોકર ચોરીનો ગુનો દાખલ કર્યો છે.
શું છે સમગ્ર મામલો : આ મામલે મહાવીર જૈન નામના વેપારીએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓ ઈદગાહ સર્કલ પાસે સિટી સેન્ટરમાં મેસર્સ અરિહંત ક્લોથિંગ નામે દુકાન ધરાવી કાપડનો વેપાર કરે છે. તેઓની દુકાનમાં ભૂતકાળમાં સુરેન્દ્ર રાજપૂત નામનો વ્યક્તિ નોકરી કરતો હોય, જેથી તે વેપારીના દુકાનના સ્ટોક, રોકડ રકમ અને તમામ બાબતોની જાણકાર હતો. જે બાદ સુરેન્દ્ર રાજપૂતે 2022માં વેપારીના ત્યાંથી નોકરી છોડી દીધી હતી. પરંતુ તે બાદ પણ તે અવારનવાર વેપારીની દુકાને અવરજવર કરતો હતો. જે બાદ છેલ્લા ઘણા સમયથી વેપારીની દુકાનમાં હાજર સ્ટોકમાંથી કાપડના જથ્થાની ઉચાપત થતી હોય તેવું તેઓને ધ્યાને આવતા તેઓએ દુકાનની અંદર અને બહાર CCTV કેમેરા લગાવ્યા હતા.
આ પણ વાંચો : Surat Crime: પુત્રી છે કે પનોતી? પોતાના જ ઘરમાં ચોરી કરાવવા ચોરને પૈસા આપ્યા
ડુપ્લીકેટ ચાવી બનાવી : 9 ઓક્ટોબર 2022ના રોજ રાત્રિના પોણા 11 વાગે વેપારીને સિક્યુરિટી ગાર્ડ દ્વારા જાણ કરવામાં આવી હતી કે, સુરેન્દ્રનગર રાજપૂત તેઓના કોમ્પલેક્ષમાં ગાડીમાં અમુક માલ લઈને જઈ રહ્યો છે. જેથી ફરિયાદી તેમજ તેઓના મિત્ર ત્યાં જ પહોંચતા સુરેન્દ્ર રાજપૂત હોન્ડા સિટી ગાડીમાં ઘણા બધા શર્ટનો જથ્થો ભરીને જતો હોય અને એક એકટીવાની આગળની સાઈટ શર્ટ ભરેલા હોય આ બાબતે માલ કોનો છે, તેવું પૂછતા આરોપી ડરી ગયો હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેઓએ સુરેન્દ્ર રાજપુતને પકડીને પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, આરોપીએ વેપારીની દુકાનની ડુપ્લીકેટ ચાવી બનાવીને રોજ રોજ થોડો થોડો માલ સ્ટોકમાંથી ચોરી કરી વેચી દેતો હતો. જે બાદ તેઓએ આ મામલે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી તમામ હકીકતો મેળવી હતી.
આ પણ વાંચો : Rajkot Crime : રાજકોટમાં ભગવાનની પૂજા અર્ચના કરીને દાનપેટી થેલામાં નાખી ચોરે ચાલતી પકડી
વેપારીએ લીધી કોર્ટની મદદ : આ ગુનામાં સામેલ આરોપી સુરેન્દ્ર રાજપૂતે ટુકડે ટુકડે 22 લાખ રૂપિયાની કિંમતનો કાપડનો જથ્થો ચોરી કરતા રંગે હાથ પકડાઈ જતા આરોપીને પોલીસને હવાલે કર્યો હતો, જે બાદ વેપારીએ પોલીસ સ્ટેશનમાં અનેક ખાધા હોવા છતાં પણ પોલીસ અધિકારી કર્મચારી દ્વારા તેઓની ફરિયાદ દાખલ ન કરીને તેઓને ધક્કા ખવડાવવામાં આવતા અંતે તેઓએ મેટ્રો કોર્ટમાં આ સમગ્ર મામલે ફરિયાદ કરી હતી. મેટ્રો કોર્ટે આ સમગ્ર મામલે માધવપુરા પોલીસને ગુનો દાખલ કરવાનો આદેશ કરતા માધવપુરા પોલીસે આ ઘટનાને લઈને ગુનો દાખલ કરી ગુનામાં સામેલ આરોપીની ધરપકડ માટે કવાયત શરૂ કરી છે.