ETV Bharat / state

Ahmedabad News : સિવિલના સિક્યુરિટી ગાર્ડની દાદાગીરીનો વિડીયો વાયરલ, દર્દી ગેટની બહાર રામ ભરોસે - security Guard Bullying video viral

અમદાવાદની સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડનો વિડીયો વાયરલ થયો છે. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સિક્યુરિટી કર્મીઓની દ્વારા દાદાગીરી જોવા મળી રહી છે. ત્યારે દર્દીઓ સાથે સિક્યુરિટી ગાર્ડ દ્વારા દુર્વ્યવહારને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

Ahmedabad News : સિવિલના સિક્યુરિટી ગાર્ડની દાદાગીરીનો વિડીયો વાયરલ, દર્દી ગેટની બહાર રામ ભરોસે

author img

By

Published : Mar 23, 2023, 12:16 PM IST

ટ્રોમા સેન્ટરમાં સિક્યુરિટી કર્મચારી દાદાગીરી કરતા હોવાનો વિડીયો વાયરલ

અમદાવાદ : એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલ ઘણીવાર વિવાદોમાં સપડાતી આવી છે. ક્યારેક સિવિલના સ્ટાફની મનમાની તો ક્યારેક સિક્યુરિટી ગાર્ડની દાદાગીરીના બનાવો પણ ભૂતકાળમાં જોવા મળ્યા છે. ત્યારે હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સિક્યુરિટી કર્મચારી દ્વારા દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ થતાં હોસ્પિટલ તંત્ર સામે અનેક સવાલો ચર્ચાસ્પદ બન્યા છે. તો બીજી તરફ દર્દીઓ સાથે સિક્યુરિટી ગાર્ડ દ્વારા દુર્વ્યવહારને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.

શું છે સમગ્ર મામલો : દર્દીઓ સાથે તોછડું વર્તન કરતા સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડનો આવી જ વધુ એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં દર્દીના સગાઓ સાથે ગેરવર્તણૂક કરી અસભ્ય શબ્દોનો પણ સિક્યુરિટી ગાર્ડ ઉપયોગ કરી રહ્યો છે. આ વાઇરલ વિડીયોમાં સ્પષ્ટપણે સાંભળી અને જોઈ શકાય છે કે ટ્રોમા સેન્ટરમાં આવેલા દર્દી ગેટની બહાર રઝળતા જોવા મળી રહ્યા છે. જે દર્દીને તાત્કાલિક સારવાર આપી માનવ ધર્મ બજાવવાનો હોય તેની જગ્યા એ સિક્યુરિટી ગાર્ડ માનવતા નેવે મૂકીને બીભત્સ શબ્દો બોલ્યા હતા.

દર્દીઓ રામ ભરોસે : હોસ્પિટલ દર્દીઓની સારવાર માટે આવતા હોય છે. જ્યાં આવતા દર્દીઓને યોગ્ય માર્ગદર્શન સાથે તાત્કાલિક સારવાર મળે તે જરૂરી હોય છે, પરંતુ સિવિલ હોસ્પિટલમાં આનાથી તદ્દન અલગ જ દૃશ્યો આ વીડિયોમાં જોવા મળી રહ્યાં છે. વારંવાર આવી જ રીતે સિક્યુરિટી ગાર્ડ દ્વારા સારવાર લેવા આવતા દર્દીઓ સાથે અભદ્ર શબ્દો બોલી વિવાદ ઊભો કરવામાં આવે છે. તેમ છતાં પણ સિવિલ હોસ્પિટલ તંત્ર આ તમામ ઘટનાઓ બાબતે મૌન ધારણ કરી માત્ર તમાશો જોઈ રહ્યું છે. જેને લઇને ચોક્કસપણે એ કહી શકાય કે હવે તો સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ રામ ભરોસે છે.

આ પણ વાંચો : Surat Seasonal Flue: સુરતમાં સિવિલ હોસ્પિટલમાં ફ્લ્યુના 200 કેસ, આઇસોલેશન વોર્ડ તૈયાર

સિક્યુરિટી ડોક્ટરની મનમાની : જોકે ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સીના કેસ વધારે આવતા હોય છે, અને આવા કેસોમાં દર્દીઓને તાત્કાલિક સારવાર આપવાની ફરજ થતી હોય છે. પણ આનાથી વિપરીત કહી શકાય એમ ઇમરજન્સી સારવાર આપવાને બદલે તંત્ર દ્વારા દર્દીને કલાકો સુધી બેડ પર સુવડાવી રાહ જોવડાવી મનમાની કરવામાં આવે છે. પોતાની વેદનથી લડતો હોય છે. દર્દથી કણસતા દર્દીને તપાસવા માટેનો પણ તબીબો પાસે સમય હોતો નથી. ટ્રોમા સેન્ટરમાં સિક્યુરિટી ગાર્ડ માંડ અંદર આવવા દે ત્યારે ડોક્ટરોની મનમાની શરૂ થાય છે. દર્દીના સગા કંઈક બોલે તો રેસિડેન્ટ ડોક્ટર હડતાલ પર ઉતરી વિરોધ પ્રદર્શનો યોજવા માંડે છે, ત્યારે એક તરફ સિક્યુરિટી ગાર્ડની દાદાગીરી તો બીજી તરફ ડોકટરોની મનમાનીને કારણે દર્દી ક્યાંક મોતને ભેટે છે તો ક્યારેક સારવાર વગર દર્દીને પીવડાવો વારો આવે છે.

આ પણ વાંચો : H3N2 Case in Rajkot : H3N2ના વધતા કેસને લઈને સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ કરાયો ઉભો

કેટલાક દર્દીઓ માટે સિવિલ આર્શીવાદ સમાન : જોકે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. જેમાં લગભગ ગરીબ અને મધ્યમ વર્ગમાં આવતા દર્દીઓની સંખ્યા વધારે હોય છે. આર્થિક રીતે પછાત હોય તેવા દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલ આશીર્વાદ સમાન છે, પરંતુ સિવિલ સ્ટાફ અને ડોક્ટરો દ્વારા કરવામાં આવતી મનમાનીને કારણે દર્દીઓ માટે જયે તો જયે કહા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે આ વાઇરલ વીડિયોમાં જે ઘટના જોવા મળી રહી છે. તેને લઈને ચોક્કસ આ ઘટના ધિક્કારપાત્ર ગણી શકાય અને આ ઘટના બાબતે વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ તાત્કાલિક એક્શન લે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ વિડીયોની પુષ્ટિ ETV Bharat કરતું નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.