ETV Bharat / state

રાજસ્થાનના 46 વર્ષીય મહિલાએ અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં કર્યું અંગદાન, ઘણાં દર્દીઓનું જીવન પુનઃ ખીલશે

આપણાં સમાજમાં કહેવાય છે કે જરૂરિયાતમંદ માણસની વહારે ઇશ્વર વિવિધ સ્વરૂપથી મદદ કરવા આવે છે. ત્યારે અંગ દાનના(Organ donation) કિસ્સામાં અંગદાતા એવા બ્રેઇનડેડ દર્દીઓએ(Braindead patient) અંગ દાન મેળવનાર દર્દીઓ માટે ઇશ્વરતુલ્ય જ હોય છે, કેમ કે આવા દાનથી જિંદગી ફરી વસંતની માફક ખીલી ઉઠે છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં(Ahmedabad Civil Hospital) મૂળ રાજસ્થાનના 46 વર્ષીય બ્રેઇનડેડ મહિલાના અંગોના દાનથી ઘણાં દર્દીઓના જીવનમાં ઉજાસ પથરાશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 20મું અંગદાન, બ્રેઇનડેડ મહિલાના અંગો હૈદરાબાદના દર્દી સહિત અન્યોને જીવન બક્ષ્યું

author img

By

Published : Nov 25, 2021, 10:19 AM IST

  • સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા બ્રેઇનડેડ દર્દીના અંગોનું દાન મેળવાયું
  • પરિવારને અંગદાનનું મહત્વ સમજાવતાં મહાદાન માટે સંમતિ દર્શાવી
  • છેલ્લાં 10 માસમાં અંગદાન થકી 54 લોકોના જીવ બચ્યાં

અમદાવાદઃ એશિયાની સૌથી મોટી એવી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં(Ahmedabad Civil Hospital) અંગદાનની પ્રવૃત્તિ વેગ પકડી રહી છે. સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે છેલ્લાં 10 મહિના દરમિયાન આજ દિન સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 20 લોકોના શરીરમાંથી મેળવેલા 68 જુદા જુદા અંગથી 54 લોકોના જીવ બચાવવામાં આવ્યાં છે.

બસુબહેન અકસ્માતને પગલે બ્રેઇનડેડ જાહેર થયાં હતાં

અંગદાનની(Organ donation) વિગતો આપતાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષી જણાવ્યું હતું કે, મૂળ ડૂંગરપુર, રાજસ્થાનના 46 વર્ષીય બસુબેન કલાસુઆનો 21 નવેમ્બરના રોજ રાજસ્થાનમાં અકસ્માત થતાં પ્રાથમિક સારવાર અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડુંગરપુરમાં ખસેડાયાં હતાં. જોકે ત્યારબાદ વધુ સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં(Himmatnagar Civil Hospital) લાવવામાં આવ્યાં હતાં. તેમ છતાં સ્થિતિ વધુ ગંભીર બનતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યાં હતાં. જ્યાં 23 નવેમ્બરના રોજ બસુબેનને બ્રેઈનડેડ(Braindead patient) જાહેર કરાયાં હતાં.

પરિવારજનોએ SOTTOની સમજાવટથી અંગદાનની તૈયારી દર્શાવી

બ્રેઈનડેડ જાહેર થયેલાં બસુબહેનના પરિવારજનોને સિવિલ હોસ્પિટલની SOTTOની(State Organ Tissue Transplant Organization) ટીમ દ્વારા અંગદાનનું મહત્વ સમજાવીને અંગદાન માટે પ્રેરવામાં આવ્યા હતા. બસુબેનના પરિવારજનો દ્વારા અંગદાનની સંમતિ દર્શાવતા બસુબહેનની બંને કિડની, બે ફેફસા અને લીવરના અંગોનું દાન મેળવવામાં સફળતા મળી હતી.

હૈદરાબાદના દર્દીમાં પ્રત્યારોપિત થશે ફેફસાં

બસુબહેનના અંગોનું હવે વિવિધ જરૂરિયાતમંદ દર્દીઓના શરીરમાં આરોપણ કરાશે. જ્યારે બંને ફેફસાને ગ્રીન કોરિડોર કરી ચાર્ટર્ડ ફ્લાઈટ મારફતે હૈદરાબાદના દર્દીમાં પ્રત્યારોપણ કરવા માટે મોકલવામાં આવ્યાં હતાં. આમ આ મહાદાન થકી અનેક જીવનમાં ફરી ખુશહાલીનો રંગ છવાશે.

આ પણ વાંચોઃ રોજ દૂધ પીવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે

આ પણ વાંચોઃ જીવનને બદલી નાખતી હકીકત : Breast Cancer

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.