વિશ્વમાં જેમ જેમ સ્માર્ટફોનનો ઉપયોગ વધી રહ્યો છે. તેની સાથે જ ગુનાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. લોકો ઇલેક્ટ્રોનિક ગેઝેટનો ઉપયોગ કરીને તેને વેંચી દેતા હોય છે. જેના કારણે આ પ્રકારના ગુનાઓ બનતા હોય છે. જેને અટકાવવા માટે પોલીસ દ્વારા ઇવેસ્ટ પ્રોડક્ટ કલેક્શનની ડ્રાઇવ યોજવામાં આવશે. જે 10 દિવસ સુધી ચાલશે અને તેમાં શહેરના નાગરિકો પાસેથી ઇવેસ્ટ પ્રોડક્ટ કલેક્ટ કરવામાં આવશે. જે લોકો આ ડ્રાઈવમાં સહાય કરશે તેમને શહેર પોલીસ દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવશે. આ ડ્રાઇવમાં એક સામાજિક સંસ્થા પણ પોલીસ સાથે જોડાશે.
અમદાવાદ શહેર પોલીસ હવે કરશે ઇવેસ્ટ કલેક્શન ડ્રાઈવ
અમદાવાદ: પોલીસ દ્વારા વિવિધ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે, ત્યારે હવે એક નવા પ્રકારની ડ્રાઈવ યોજવામાં આવશે. જેમાં લોકો ઇલેક્ટ્રોનિક ગેઝેટનો વપરાશ કરીને વહેંચી દેતા હોય છે. તેનાથી ઘણી વખત સાઇબર ક્રાઇમના ગુનાઓ બનતા હોય છે. તે અટકાવવા માટે પોલીસ દ્વારા ડ્રાઇવ શરૂ કરવામાં આવશે.