પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદના નોબલનગરમાં રહેતા નરેશ નામના યુવકને રવિવારે રાત્રે 2 પોલીસકર્મી દ્વારા ગાડીમાં બેસવા કહ્યું હતું, જે બાદ નરેશે કારણ પૂછતાં તેને બળપૂર્વક ગાડીમાં બેસાડ્યો હતો અને તલાવડી પોલીસ ચોકી લઈ જઈને ખોટી રીતે માર-મારવામાં આવ્યો હતો તેવો આક્ષેપ નરેશની પત્ની દ્વારા કરવામાં આવ્યો છે.
જ્યારે નરેશની પત્નીએ રાતે નરેશને ફોન કર્યો હતો ત્યારે ફોન ઉપાડી કોઈ પોલીસકર્મી દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હતી તેવો પણ પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે. નરેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે.