અમદાવાદ : ગુજરાતના આર્થિક પાટનગર તરીકે ઓળખાતું અને ગુજરાતનું પ્રથમ મેટ્રો સિટી તરીકે અલગ નામ ધરાવતું અમદાવાદ શહેર જે દેશનું પ્રથમ હેરિટેજ શહેરનો દરજ્જો ધરાવે છે, ત્યારે અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાની માંગ કરવામાં આવી હતી. જેના સંદર્ભે આજે વડાપ્રધાન પદના નરેન્દ્ર મોદીના શાસન 9 વર્ષ ઉજવણી ભાગરૂપે આજે એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે શહેર અને વિશાલા બ્રિજને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું.
જ્યારે હેરિટેજ સિટી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તે સમયે ડોઝિયરમાં અમદાવાદ નામ જ હોવાથી અમદાવાદ શહેરનું નામ બદલવું શક્ય નથી. છતાં પણ અમદાવાદ શહેરનુ નામ બદલીને કર્ણાવતી નામ કરવામાં આવે તો અમદાવાદ શહેરને હેરિટેજનો દરજ્જો ગુમાવવો પડે તેવી સ્થિતિ છે. આ ઉપરાંત વિશાલા સર્કલથી નારોલ વચ્ચે સાબરમતી નદી પર બાધવામાં આવેલ બ્રિજ પણ ખરાબ હાલત છે. તે મુદ્દે જણાવ્યા હતું કે, NHAIના અઘિકારી સાથે વાત થઈ હતી જણાવ્યું હતું કે આ બ્રીજ સુરક્ષિત છે. કોઈપણ પ્રકારનની ચિંતાનો વિષય નથી. - ધારાસભ્ય અમીત શાહ (ધારાસભ્ય)
ગરીબ કલ્યાણના 9 વર્ષ પૂર્ણ : લોકસભાના સાંસદ કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે, ભારતના અંશે શહેરના નામ બદલાયા છે, પરંતુ અમદાવાદ શહેરને હેરિટેજનો દરજ્જો મળ્યો હોવાથી તેને બદલી શકાતું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના 9 વર્ષ પૂર્ણ થયા છે. અમદાવાદ શહેરમાં ખૂબ મોટો વિકાસ થયો છે. ભાજપની સરકાર દ્વારા સેવા અને ગરીબ કલ્યાણના 9 વર્ષ પૂર્ણ થયા છે. 2014 બાદ ભાજપ સરકાર આવતા દેશના ખૂણા માનવી સુધી સરકારી યોજનાનો લાભ પણ મળવા લાગ્યો છે. જનધન યોજના થકી દેશના નાગરિકો કરોડો રૂપિયા જમા થયા છે. ખેડૂતને રાહતના રૂપિયા સીધા તેમના ખાતામાં જમા થઈ રહ્યા છે.
વિશ્વનો સૌથી ઊંચો GDP : ભારતીય જનતા પાર્ટીની સરકાર 9 વર્ષ પૂર્ણ થતાં લોકો સુધી 9 વર્ષ કરેલા કામો દેશની જનતા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. કાર્યકર્તા દ્વારા આ 9 વર્ષે બેમિસાલ 9 વર્ષ ગણવામાં આવી રહ્યા છે. સાથે જણાવે છે કે દેશનું અર્થતંત્ર 2013 પછી બદલાઈ ગયું છે. જેના થકી આજ વિશ્વનો સૌથી ઊંચો GDP ગણવામાં આવી રહ્યો છે. ભારત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ મજબૂત બન્યું છે. આજ દેશનો યુવાન આત્મનિર્ભર બન્યો છે. છેલ્લાં 9 વર્ષમાં મેડીકલ કોલેજ સંખ્યા વધી છે અને દેશના ખૂણા સુધી નલ સે જલ યોજના થકી પીવાનું શુદ્ધ પાણી પહોંચ્યું છે.