અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશર દ્વારા ગેરકાયદેસર હથિયારો શોધવા સુચનાઓ આપવામાં આવી હતી. મદદનીશ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા અમદાવાદ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા કાર્યરત હતી.
આરોપી પાસેથી ગેરકાયદેસર દેશી તમંચો મળ્યો: આ દરમિયાન મળેલી બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોરબી ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની તપાસ કરતાં તેની પાસેથી ગેરકાયદેસર દેશી તમંચો મળી આવ્યો હતો.
આરોપી સામે આર્મ્સ એક્ટનો ગુનો દાખલ: આરોપી પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો જેની કિંમત 15 હજાર કબ્જે કરી આરોપી વિરૂદ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ 25(1-B)(A) તથા જી.પી.એકટ કલમ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછમાં પોતે દશેક દિવસ પહેલા ઉત્તરપ્રદેશ બદાયુ સિટી પહેલા રોડ પર બડે પીર સાહેબની દરગાહ પાસે એક અજાણ્યા વ્યક્તિ પાસેથી આ હથિયાર 7 હજારમાં ખરીદ્યું હોવાનું જણાવ્યું છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ: આરોપી સામે અગાઉ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં મારામારીના 3 ગુનામાં તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં દારૂના 2 ગુનામાં ઝડપાઈ ચૂકેલ છે.