જેમાં પૂર્વ ઝોનમાં 113.63, પશ્ચિમ ઝોનમાં 87.53, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 92.00 , દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 124.50, મધ્ય ઝોનમાં 79.75, ઉત્તર ઝોન માં 102.19, દક્ષિણ ઝોનમાં 104.50 છે.
તંત્ર દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં કામગીરી કરી સમયસર પાણીના નિકાલનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય કંટ્રોલ રૂમ મારફતે ટ્રાફિકના કુલ 350થી વધુ કેમેરા દ્વારા મોનિટરિંગની કામગીરી કરવામાં આવી છે. વાવાઝોડા સાથે વરસાદને કારણે જુદા જુદા વિસ્તારોમાં ઝાડ પડવાના બનાવ બનેલ છે.જેમાં યુદ્ધના ધોરણે નિકાલની કામગીરી કરવામાં આવી છે. તેમજ રસ્તાઓમાં ટ્રાફીકને અડચણરૂપ ઝાડ ને દૂર કરવામાં આવ્યાં છે. ભારે પવનના કારણે દક્ષિણ પશ્ચિમ ઝોનના આનંદનગર વ્રજ કોમ્પ્લેક્સ પાસે હોર્ડિંગ ધરાશય થયેલ છે. જેની કામગીતી ચાલુ છે.