પ્રવીણભાઈ વલસાડના રહેવાસી છે. તેમની પત્ની અને 2 વર્ષની બાળકી સાથે સબંધીને અમદાવાદ મળવા ગયા હતા. જયારે તેઓ અમદાવાદથી વલસાડ પરત ફરતા હતા ત્યારે પ્રવીણભાઈની પત્ની સામે અજાણ્યો વ્યક્તિ જોઈ રહ્યો હતો. જેને લઈ પ્રવીણભાઈ અને તેમની પત્નીએ તે વ્યક્તિ સાથે ઝઘડો કર્યો હતો. તે દરમિયાનમાં ઝઘડાનો ફાયદો ઉઠાવીને અન્ય અજાણ્યો ઇસમ તેમની બાળકીનું અપહરણ કરી ફરાર થઇ ગયો હતો.
આ અંગે માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોધાવી હતી. આ ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસે તપાસ શરૂ કરી અને સીસીટીવી ચેક કર્યા હતા. જેમાં એક ઇસમ બાળકીને લઈને જઇ રહ્યો હતો. રેલવે પોલીસે બાળકી સાથેનો ઇસમનો ફોટો તમામ પોલીસ સ્ટેશનમાં આપ્યો હતો. તેથી આ અંગે મહેસાણા પોલીસ પણ તપાસ કરી રહી હતી. ત્યારે મહેસાણા રેલવે સ્ટેશન પરથી ઇસમ બાળકી સાથે ઝડપાય ગયો હતો. બાળકી અને પકડાયેલા ઈસમને અમદાવાદ લાવવામાં આવ્યા અને બાળકીને તેના માતા-પિતાને સોપવામાં આવી હતી. આ અંગે પકડાયેલા ઇસમની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેનું નામ અશ્વિન ઠાકોર છે અને તે મૂળ બનાસકાંઠાનો રહેવાસી છે. તે પોતાની સાથે ભૂલથી બાળકીને લઇ ગયો હતો. આ અંગે પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.