અમદાવાદઃ ભારતએ તહેવારોનો દેશ છે. જેમાં એક બાદ એક તહેવારો (Ahmedabad uttarayan 2023) આવે છે. લોકો ધામધૂમથી તહેવારો ઉજવે છે.ઉતરાયણ આવી રહી છે.ઉત્તરાયણને લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવે છે.ધારદાર માંજાથી લોકો એકબીજાના પતંગ કાપે છે. આ હર્ષોલ્લાસ ઘણીવાર અકસ્માતમાં ફેરવાય છે. રસ્તા પર વાહન ચાલકોને આ માંજાના લીધે ગળા કપાવવાની અને અકસ્માત ઈજાઓ થવાની ઘટનાઓ દર વર્ષે વધે છે. અમદાવાદના એક સંસ્થા દ્વારા દરેક બ્રિજ ફેનસીંગ કરવામાં આવે છે. અંદાજે 35 જેટલા અતિ વ્યસ્ત બ્રિજ પર આ રીતે તાર બાંધવામાં આવે છે.
આ પણ વાંચો: લગ્નની ના પાડતાં તણાવમાં યુવતીએ મોતને વ્હાલું કર્યું
કોણ કરે છે આ કામ: મનોજભાઈ એ જણાવ્યું હતું કે અમદાવાદના તમામ બ્રિજ પર એક લોખંડનો તાર બાંધવામાં આવી રહ્યો છે આ તાર બાંધવાનું એક જ કારણ છે કે આ ગમી સમયમાં ઉત્તરાયણ નો તહેવાર આવી રહ્યો છે કોઈના માટે આ તહેવાર માતમમાં ન ફેરવાય અને કોઈનો લાડકવાયો દીકરો ન છીનવાય તે માટે અમે દર વર્ષે દરેક બ્રિજ પર લોખંડનો તાર બાંધીએ છીએ અમારું એક સૂત્ર છે મિશન શિફ્ટ ઉતરાયણ મિશન હેપી ઉત્તરાયણ આ હેપ્પી ઉતરાયણ ત્યારે જ થઈ શકે જ્યારે જે પતંગની દોરી છે તે કોઈને વાગે નહીં અને કોઈના લાડકવાય દીકરો દોરીનો ભોગ ન બને એટલા માટે અમે છેલ્લા 16 વર્ષથી આ સેવાનું કામ કરી રહ્યા છીએ.
મંજૂરી લીધી: આ બ્રિજ ઉપર તાર બાંધવા માટે કોર્પોરેશનની મંજૂરી લેવી ખૂબ જ જરૂરી હોય છે તેથી તેના માટે હું ત્રણ મહિના પહેલા જ કોર્પોરેશનમાંથી જે પણ જરૂરિયાત પૂરતી મંજૂરી હોય તે મંજૂરી મેળવી લઉં છુ જ્યારે કોર્પોરેશન તરફથી પણ જરૂરી સાધનો પણ પુરા પાડવામાં આવે છે. તે મદદ થકી હું અમદાવાદ શહેરના 30થી વધુ બ્રિજ પર તાર બાંધવાનું કામ કરી રહ્યો છું.
આ પણ વાંચો: ધારાસભ્ય એ હોસ્પિટલની મુલાકાત લીધી, સફાઈ, મેન્ટેનન્સ, ડોક્ટરોને લઈને નારાજગી કરી વ્યક્ત
22 કિલો તારનો ઉપયોગ: છેલ્લા 16 વર્ષથી મિશન સેફ ઉતરાયણ નામની સંસ્થા આ ઉમદા કાર્ય કરે છે.આ ફેન્સીંગ કરવાનો મિનિમમ ખર્ચ બ્રિજ દીઠ 3500 રૂપિયા જેટલો થાય છે.શહેરના તમામ બ્રિજનો ખર્ચ અંદાજિત 3 લાખ રૂપિયા જેટલો થાય છે.એક બ્રિજ પર આશરે 22 કિલો તારનો ઉપયોગ થાય છે.મિશન સેફ ઉતરાયણ સંસ્થા દર વર્ષે આ રીતે તાર બાંધીને લોકોના જીવ બચાવે છે. કોર્પોરેશન અને પોલીસમાંથી પણ જરૂરી સહાય આ સંસ્થાને પૂરી પાડવામાં આવે છે.