ETV Bharat / state

Ahmedabad News: જેનરીક દવાની આડમાં દારૂની હેરાફેરી, અસલાલી પોલીસે લાખોની કિંમતનો દારૂ ઝડપ્યો

અસલાલી પોલીસે જેનરિક દવાઓની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે હરિયાણાથી દવાના બોક્સની આડમાં દારૂની 25 પેટી સાથે ટ્રક કબ્જે કર્યો છે. સાથે જ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

Ahmedabad News
Ahmedabad News
author img

By

Published : Jul 30, 2023, 12:52 PM IST

અમદાવાદ: દારૂની હેરાફેરી કરવા બુટલેગરો અવનવા કિમીયાઓ અજમાવે છે. ત્યારે હવે જેનરિક દવાઓની આડમાં દારૂની હેરાફેરીની ઘટના સામે આવી છે. અમદાવાદ ગ્રામ્યની અસલાલી પોલીસે 2.36 લાખની 300 વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ અન્ય રાજ્યમાંથી જેનરીક દવાઓની આડમાં આ જારૂનો જથ્થો લાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. હાલ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવી કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

દવાની આડમાં દારૂ: અસલાલી પોલીસને બાતમી મળી હતી કે અસલાલી ગામમાં એક મંદિરના ખાંચામાં મોબાઇલ ટાવરની બાજુમાં રોડ ઉપર એક ટ્રકમાં દારૂનો જથ્થો છે. જેને લઇને પોલીસે ત્યાં જઇને ટ્રકના નંબર આધારે તપાસ કરી તો ટ્રાન્સ્પોર્ટના માલ સામાનની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાં તપાસ કરતા જેનરીક દવાઓના બોક્ષની આડમાં 300 બોટલ દારૂનો જથ્થો હતો. જે પોલીસે કબજે કરી કુલદિપભાઇ નૈયરા, અનીલકુમાર જાટ અને કરમજીત જાટ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

22.48 લાખનો મુદ્દામાલ કબજે: ત્રણેય આરોપીઓ હરિયાણાના રહેવાસી હોવાનું સામે આવ્યુ છે અને આ દારૂનો જથ્થો પણ હરિયાણાથી લાવ્યા હતા. જ્યારે પકડાયેલો કરમજીત અસલાલી ગામમાં રહેતો હોવાથી તેના ત્યાં આ ટ્રક લાવવામાં આવ્યો હતો. જો કે આ ગુનામાં દિપેશભાઇ ઉર્ફે દિનેશ જાટ વોન્ટેડ હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી 2.36 લાખનો દારૂનો જથ્થો મળી કુલ 22.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ મામલે બાતમીના આધારે દારૂની હેરાફેરી ઝડપી છે. આરોપીને દારૂ આપનાર હજુ વોન્ટેડ હોય તેની તપાસ ચાલુ છે. પકડાયેલા આરોપીઓ અગાઉ કેટલી વાર દારૂની હેરાફેરી કરી ચુક્યા છે તે અંગે તેઓની કોલ ડિટેઈલ મંગાવી તપાસ શરૂ કરાઈ છે. - એન.કે વ્યાસ, પીઆઈ, અસલાલી પોલીસ સ્ટેશન

  1. Surat Crime: દારૂની હેરાફેરી કરનારી પૂર્વ કોંગી નેતા મેઘના પટેલની ધરપકડ, 10 લાખનો મુદ્દામાલ કબજે
  2. Liquor Smuggling case: દારૂની હેરાફેરી માટે ગજબનું ભેજુ માર્યું, પોલીસની પણ આંખ ચાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.