અમદાવાદ : શહેરના કાગડાપીઠ વિસ્તારમાં આવેલી બિસ્મિલ્લાની ચાલી પાસે જાહેર રોડ પર યુવકની (Youth killed in Ahmedabad Kagdapith) થયેલી હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલો છે. યુવકની હત્યા પ્રેમ પ્રકરણમાં નહીં, પરંતુ જૂના ઝઘડાની અદાવતમાં થઈ હોવાનો ખુલાસો થયો છે. જુના ઝઘડાની અદાવત રાખીને એક આરોપીએ 30 હજાર રૂપિયામાં પોતાના મિત્રને સોપારી આપીને 23 વર્ષીય યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં સોપારી આપનાર મુખ્ય આરોપી અને હત્યાને અંજામ આપનાર બંને સાગરીતોને ઝડપી પાડી ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે. (Ahmedabad Crime News)
આ પણ વાંચો અમદાવાદ કાગડાપીઠમાં યુવકની પ્રેમ પ્રકરણમાં છરી વડે હત્યા
શું હતો સમગ્ર મામલો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે અશ્વિન પરમાર, અમરસિંહ ગુર્જર અને ધરમરાજ ઉર્ફે ધમો કુશવાહની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી અશ્વિન પરમાર મૃતક રોનક સોલંકીની સાથે એક જ ચાલીમાં રહે છે અને સપ્ટેમ્બર મહિનામાં અશ્વિન પરમાર અને મૃતક રોનક સોલંકી વચ્ચે (Ahmedabad Betel nut of Murder) ઝઘડો થયો હતો. જેમાં મૃતક રોનક સોલંકીએ આરોપી અશ્વિન પરમારને ચહેરા અને શરીરના ભાગે બ્લેડથી હુમલો કરીને ઇજાઓ પહોંચાડી હતી. જે અંગે રોનક સોલંકી સામે કાગડાપીઠ પોલીસ મથકે ગુનો પણ નોંધાયો હતો. ઝઘડાની અદાવત રાખીને અશ્વિન પરમારે પોતાના બે મિત્રો જેમાં ધરમરાજ ઉર્ફે ધમો કુશવાહ અને અમરસિંહ ગુર્જરને 30 હજાર રૂપિયા આપી રોનક સોલંકીની હત્યા કરવા માટે સોપારી આપી હતી. જે 14 ડિસેમ્બરે આરોપીઓએ જાહેર રોડ પર જ રોનક સોલંકી નામના 23 વર્ષીય યુવકની હત્યાને અંજામ આપ્યો હતો. જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. (Friend killed friend in Kagdapith)
આ પણ વાંચો દોસ્ત દોસ્ત ના રહાઃ પૈસાની આપ-લેમાં મિત્રએ હત્યા કરતા ગુજરાત પોલીસ UP દોડી
આરોપીઓ અગાઉ પણ ગુનાઓમાં આ ગુનામાં પકડાયેલા આરોપી ધરમરાજ ઉર્ફે ધમો અગાઉ 2016 માં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં તેમજ પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયો હતો. તેમજ અમરસિંહ ગુર્જર અગાઉ 2018માં કાગડાપીઠમાં (friend killing Betel nut in Kagdapith) જુગારના ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે, ત્યારે હાલ તો આ ગુનામાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે. ત્યારે આરોપીઓના રિમાન્ડ દરમિયાન શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું. (friend killed a friend in Ahmedabad)