ETV Bharat / state

કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ 5 દિવસ માટે યલો એલર્ટ જાહેર - GUJARATI NEWS

અમદાવાદ: ઉનાળો રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેમ ગરમીનો પારો વધતો જાય છે. શહેરની કાળઝાળ ગરમીથી કોઈ અજાણ નથી. શહેરમાં ગુરૂવારે 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી પાંચ દિવસ સુધી યલો એલર્ટ જાહેર કરાયું છે. જેથી હજુ પાંચ દિવસ સુધી શહેરીજનોએ તાપનો સામનો કરવો પડશે.

અમદાવાદ પાંચ દિવસ યલો એલર્ટ જાહેર
author img

By

Published : May 24, 2019, 3:56 PM IST

ગરમીથી શહેરીજનો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. દરિયામાં ભારે પવન ફૂંકાવવાના કારણે તાપમાનમાં વધારો જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે, 40/50 કીમીના ઝડપે પવન ફુંકાશે જેનાથી દરિયાકિનારે આવેલા વિસ્તારોને સાવધાન કરી દેવામાં આવ્યા છે. 3 દિવસ માટે દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણાં દિવસોથી રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેને કારણે હિટવેવની પરિસ્થિતિ સર્જાઇ છે. જેને લઇને હવામાન વિભાગે શહેરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ સમગ્ર એલર્ટ વચ્ચે આરોગ્ય વિભાગે સંપૂર્ણ તકેદારી રાખવાની સૂચના પણ આપી છે અને જરૂરી કામ વગર બપોરનાં સમયે બહાર ન નિકળવા માટે સૂચના આપવામાં આવી છે.

R_GJ_AHD_04_24_MAY_2019_WEATHER_STORY_ISHANI_PARIKH

કાળઝાળ ગરમી નો પ્રકોપ, અમદાવાદ માં પાંચ દિવસ યલો એલર્ટ

આમદાવાદ: ઉનાળો રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો હોઇ તેમ ગરમીનો પારો વધતો જ જાય છે. શહેરની કાળઝાળ ગરમી થી કોઈ અજાણ નથી. શહેરમાં ગુરુવારે  43.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી પાંચ  દિવસ સુધી યલો એલર્ટ જાહેર કરાયું છે. જેથી હજુ પાંચ  દિવસ બળબળતા તાપનો શહેરીજનોએ સામનો કરવો પડશે.

ચામડી દઝાડતી ગરમીથી શહેરીજનો ત્રાહિમામ્ પોકારી ઉઠયા છે, ત્યારે દરિયામાં ભારે પવન ફુંકાવાના કારણે તાપમાનમાં વધારો જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે, ૪૦/૫૦ કીમી ના ઝડપે પવન ફુંકાશે જેના થી દરિયાકિનારે આવેલા વિસ્તારો ને સાવધાન કરી દેવામાં આવ્યા છે. ૩ દિવસ માટે દરિયો ના ખેડવા માછીમારો ને સૂચના આપી દેવામાં આવી છે.  

ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવનો ફંકાઇ રહ્યા છે ,જેને કારણે હિટવેવની પરિસ્થિત સર્જાઇ છે..હવામાન વિભાગે શહેરમાં યલો  એલર્ટ જાહેર કર્યુ છે. ત્યારે આરોગ્ય વિભાગે સંપૂર્ણ તરેદારી રાખવાની સૂચના પણ આપી છે. અને બિન જરૂરી કામ વગર બપોરનાં સમયે બહાર નિકળવા માટે સૂચના આપી છે.

ગઈકાલે અમદાવાદ અને સુરેદ્રનગરમાં ગરમીનો પારો ૪૨.૮ ડિગ્રી રહ્યો હતો. 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.