ETV Bharat / state

Ahmedabad Accident : ઇસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના લાઈવ જોનાર થારચાલકની જુબાની, અચાનક કાર આવી અને બધાંને અડફેટે લીધાં

અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં 9ના મોતની દર્દનાક ઘટનાને નજરે જોનારનો ખુલાસો સામે આવ્યો છે. જે થાર ગાડીના અકસ્માતને લઇને પોલીસકર્મી અને હોમગાર્ડ જવાન સહિતના લોકો મામલો જોવાસમજવા ત્યાં ઊભા હતાં એ થાર ગાડીના ચાલકની જુબાની સામે આવી છે.

Ahmedabad  Accident : ઇસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના લાઈવ જોનાર થારચાલકની જુબાની, અચાનક કાર આવી અને બધાંને અડફેટે લીધાં
Ahmedabad Accident : ઇસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના લાઈવ જોનાર થારચાલકની જુબાની, અચાનક કાર આવી અને બધાંને અડફેટે લીધાં
author img

By

Published : Jul 20, 2023, 5:59 PM IST

અમદાવાદ : અમદાવાદના એસજી હાઇવે પર ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં કુલ 9 લોકો મોતને ભેટ્યા છે જ્યારે 13 લોકોને ગંભીર ઇજાઓ થઈ છે. તેવામાં આ સમગ્ર બાબતને લઈને પોલીસે કારચાલક સામે ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ કરી છે. જોકે આ અકસ્માતની ઘટનામાં પહેલાં જે થાર ગાડીના ચાલક અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો તે થાર ગાડીનો ચાલક પણ 17 વર્ષની ઉંમરનો સગીર હોવાનું સામે આવ્યું છે.

ડમ્પર અને થાર ગાડીનો અકસ્માત : એસજી 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ અને એક હોમગાર્ડ જવાન સહિત કુલ 9 લોકોના આ ઘટનામાં મોત નીપજયા છે. એસજી હાઇવે ઉપર ઇસ્કોન બ્રિજ ઉપર રાત્રે 12:30 વાગ્યા આસપાસ એક થાર ગાડીનો ચાલક પસાર થઈ રહ્યો હતો અને તે સમયે એક ડમ્પર ચાલકે પાછળથી ટક્કર મારી હતી. તેના કારણે થાર ગાડીમાં નુકસાન થતાં ત્યાં આસપાસના લોકો અકસ્માતને જોવા માટે ઉભા રહ્યાં હતાં. તે જ સમયે ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો પરંતુ આસપાસના લોકો ભેગા થયા હતાં અને તે સમયગાળા દરમિયાન જ કર્ણાવતી ક્લબથી પૂરઝડપે આવી રહેલી એક જેગુઆર કારે રોડ ઉપર ઉભેલા 20 થી વધુ લોકોને અડફેટે લીધા હતાં.

એક્સિડન્ટની બોલતી તસવીરો
એક્સિડન્ટની બોલતી તસવીરો

એ અકસ્માતમાં પણ સગીર ચાલક : આ ઘટનામાં અગાઉ જે કારનું એક્સિડન્ટ થયો તે થાર ગાડીનો ચાલક 17 વર્ષનો સગીર હોવાનો ખુલાસો થયો છે. તે મહંમદપુરા ખાતે રહે છે અને પિતાની થાર ગાડી લઈને આંબલી તરફ જઈ રહ્યો હતો તે સમયે આ ઘટના બની હતી. ETV ભારત સાથે એક્સક્લૂસિવ વાતચીતમાં થાર ચાલક સગીરે જણાવ્યું હતું કે અચાનક એક કાર પૂરઝડપે આવી હતી અને લોકોને અડફેટે લીધા હતાં. ત્યાં ઘણાં બધાં લોકોને વાગ્યું હતું.

" હું ગાડી લઈને આંબલી બાજુ જઈ રહ્યો હતો, ત્યારે અચાનક એક ટ્રક ચાલક ઉભો હતો જેમાં મારી ગાડીથી પાછળથી ટક્કર વાગી હતી. જેથી ગાડીને નુકસાન થયું હતું અને ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. જે બાદ આસપાસના લોકોનું ટોળું ઉભું હતું અને અચાનક એક કાર પૂરઝડપે આવી હતી અને લોકોને અડફેટે લીધા હતાં. ત્યાં ઘણાં બધાં લોકોને વાગ્યું હતું પણ હું ત્યાંથી બાદમાં નીકળી ગયો હતો" થાર ચાલક સગીર

ગુનો દાખલ : મહત્વનું છે કે આ ઘટનાના લાઈવ ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યારે હાલ તો પોલીસે આ ઘટનાને પગલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ત્યારે મોટા અકસ્માતમાં નિમિત્ત બની જનાર થાર ગાડીના ચાલકનું નિવેદન તેણે સમગ્ર ઘટના નજરે જોઇ હોવાથી મહત્ત્વનું છે.

  1. Ahemadabad Accident: આંખના પલકારામાં નીકળી ગઈ કાર, અકસ્માત થયો કેમેરામાં કેદ
  2. Ahmedabad Fatal Accident: પરિવાર પર આભ ફાટ્યું, એકના એક આશાસ્પદ દીકરાએ અકસ્માતમાં જીવ ગુમાવતા પરિવારમાં ભારે શોક
  3. Ahmedabad Fatal Accident: ગૃહ પ્રધાને કહ્યું, અકસ્માત કેસમાં SITની રચના કરી તપાસ શશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.