અમદાવાદ : કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા સમાન સિવિલ કોડ લઈને વિરોધ પાર્ટીઓ દ્વારા અલગ અલગ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પહેલા આ બિલને સમર્થન આપ્યું હતું, પરંતુ ત્યારબાદ ગુજરાત આદિવાસી સમાજના નેતા તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસવા સાથે બેઠક બાદ પોતાનાં વિચારો બદલી હવે વિરોધ કરતા થયા છે.
દેશમાં UCC ધારા લાગુ કરવાના મુદ્દાને આદિવાસી સમાજ વિરોધ કરી રહી છે. મધ્યપ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, એક પરિવાર એક દેશ છે, પરંતુ આદિવાસી સમાજને સમાન ગણવામાં આવતા નથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આદિવાસી સમાજના છે. જેથી તેમની સાથે સંસદના ઉદ્ઘાટનમાં બોલાવવામાં આવ્યા ન હતા. આ ખૂબ જ નિંદનીય બાબત કહી શકાય છે. આદિવાસી સમાજ સિવિલ કોડનો સ્વીકાર કરશે નહીં. આદિવાસી સમાજને બંધારણ જે અધિકાર આપ્યા છે તે અધિકાર પણ સરકારે આપ્યા નથી. જો આ કાયદો લાગુ થશે. તો આદિવાસી સમાજને મળતા બંધારણને અધિકારો નષ્ટ થઈ જશે. આદિવાસીના ઘણા બધા સમાજના ઘણા બધા રિવાજો જે છે. તે વર્ષોથી પરંપરાગત ચાલી આવ્યા છે તે પણ નષ્ટ થઈ જશે. જેના કારણે આદિવાસી સમાજ વિરોધ કરી રહ્યું છે. - ચૈતર વસાવા (ધારાસભ્ય)
આદિવાસી સમાજનું પ્રભુત્વ : વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આદિવાસી સમાજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની સમર્થનમાં છે. ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવેલા કાયદાને સખત વિરોધ કરે છે. જો આવનારા દિવસોમાં આ કાયદો લાગુ થશે ત્યાં આદિવાસી સમાજને આ કાયદામાંથી બાકાત રાખવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. સાથે ભાજપના જે આદિવાસી નેતાઓ છે તે નેતાઓ પણ પોતાનો પક્ષ મૂકવો જોઈએ. આવનારા સમયમાં ભાજપના ધારાસભ્યોને સંસદ સભ્યનો ઘેરાવો કરવામાં આવશે. આવનાર લોકસભાની ચૂંટણીમાં 62 સીટો પર આદિવાસી સમાજનું પ્રભુત્વ જોવા મળશે.
સરકાર દ્વારા માત્ર યોજનાઓ જ લાવવામાં આવી રહી છે, રાજ્યના લાખો વિદ્યાર્થીઓ પરીક્ષાઓની રાહ જોઈને બેઠા છે. જ્ઞાન સહાયક યોજના પણ રદ કરવામાં આવે. જો આ રદ કરવામાં નહીં આવે તો આમ આદની પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવશે. અગ્નિવીર યોજના પર કોન્ટ્રાક્ટ બીજ પર કરવામાં આવે છે. જેના કારણે 156 સીટો આવી હતી. ટેટ ટાટની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ આમ આદમી પાર્ટીના નેતાનો સંપર્ક કર્યો હતો. જેમ ભારતીય જનતા પાર્ટી દ્વારા અગ્નિ વીર લાવવામાં આવ્યું હતું. તેમ શિક્ષકવીર પણ લાવવામાં આવે તેવી આમ આદમી પાર્ટીની માંગ છે. - ઈશુદાન ગઢવી (આમ આદમી પાર્ટી, પ્રમુખ)
શિક્ષકો ઘટ પૂર્ણ કરવામાં આવશે : ગુજરાતમાં હજારો શિક્ષકોની જગ્યા ખાલી જોવા મળી રહી છે, ત્યારે ફરી એકવાર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે શિક્ષકોની ભરતી મુદ્દે બોલ્યા હતા કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતા જ કોન્ટ્રાક્ટ પર રહેલા 12 હજાર જેટલા શિક્ષકોને કાયમી કરવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ આગામી સમયમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. તો તમામ કોન્ટ્રાક્ટ પર કામ કરતા શિક્ષકોને પણ કાયમી કરવામાં આવશે. રાજ્યમાં પણ જે પણ શાળાની અંદર શિક્ષકોની ઘટ જોવા મળી રહે છે. તેને પણ પૂરી કરવામાં આવશે.