અમદાવાદ: શહેરના શાહીબાગ વિસ્તારમાં રઘુકુલ સોસાયટીમાં પાણીના કનેકશનને લઈને બે ફ્લેટના રહીશો વચ્ચે બોલાચાલી થઇ હતી. તે દરમિયાન નીચેના ફ્લેટમાં રહેતો દક્ષેશ નામનો યુવક પરના ફ્લેટના રહેતા મિત નામના યુવકને ગાળ ન બોલવા માટે જણાવવા ગયો હતો. તે દરમિયાનમાં મિતની બહેન અને તેના બનેવી પણ ઘરે હાજર હતા અને મિતની બહેને અચાનક જ દક્ષેશ નામના યુવક પર લોખંડી પદાર્થ વડે હુમલો કર્યો હતો.
હુમલામાં દક્ષેશ નામનો યુવક ઘાયલ થયો હતો જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.