યુવતીએ આપઘાત પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી. આ મામલે પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, યુવતીની સગાઇ નવા વાડજમાં રહેતા પરેશ સાથે થઈ હતી. જે બાદમાં 8મી સપ્ટેમ્બરના રોજ બંને ફરવા માટે ગયા હતાં. ફરીને પરત આવ્યા બાદ યુવતી સતત ઉદાસ રહેતી હતી. આ અંગે તેની માતાએ તેને પૂછતા યુવતીએ તબિયત સારી ન હોવાની કહીને વાત ટાળી હતી. પરિવારના કહેવા પ્રમાણે તેમની દીકરીની ચાર વર્ષ પહેલા તેમની સગાઈ રાણીપ ખાતે રહેતા રાહુલ નામના યુવાન સાથે થઈ હતી. બે વર્ષ બાદ સગાઇ તોડી નાંખી હતી.
પરેશ યુવતીને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. જ્યારે યુવતીએ સબંધ બાંધવા ના પાડી ત્યારે પરેશ અગાઉ કરેલી સગાઈ અંગે શંકા રાખતો હતો. જેથી કંટાળીને યુવતીએ આપઘાત કર્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં જ પોલીસે આરોપી વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.