અમદાવાદ: ઈ.સ. 1411માં અહમદશાહ બાદશાહ દ્વારા સાબરમતી નદીના કિનારે બાંધવામાં આવેલ અમદાવાદ શહેરનો આજે 612મો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. આજ અમદાવાદ શહેરને ભારતનું પ્રથમ હેરિટેજ સિટી તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પણ અમદાવાદ સાતમા નંબર જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેર માત્ર શહેરની પરંતુ આજ મેટ્રો સીટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અમદાવાદ શહેરને ગુજરાતની આર્થિક પાટનગર તરીકે પણ ઓળખવામાં આવે છે.
490 ચોરસ કિમીમાં પથરાયેલું અમદાવાદ: અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમારે સાબરમતી નદી પર આવેલ એલિસ બ્રિજના ખૂણે માણેક બુરજ ખાતે દીવો કરી ધજા બદલી હતી. શહેરના મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે આજે અમદાવાદ શહેરનો 612મો જન્મદિવસ છે. જેથી અમદાવાદ શહેરના લોકોને અમદાવાદ શહેરના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.અમદાવાદ શહેરની સ્થાપના અહમદ બાદશાહે કરી હતી અને માણેક સાહેબના આશીર્વાદ પર આ શહેરને મળેલ હતા. પહેલા અમદાવાદ શહેર માત્ર કોર્ટ વિસ્તાર સુધી સીમિત હતું. જ્યારે આજે તે અમદાવાદ શહેર 490 ચોરસ કિલોમીટરની અંદર પથરાયેલું છે.
આ પણ વાંચો: Sujalam Suflam Yojna 2023 : રાઘવજી પટેલની જામનગર કલેક્ટર સાથે બેઠક,
ભારતનું મેટ્રો સિટી: અમદાવાદ શહેરનો આજ દરેકે દરેક ક્ષેત્રમાં વિકસિત શહેરોમાં સમાવેશ થાય છે. અમદાવાદ શહેર એ ભારતનું મેટ્રો સિટી તરીકે પણ હવે ઓળખવામાં રહ્યું છે. અમદાવાદ શહેર ઇન્ટ્રાસ્ટ્રક્ચરમાં પણ ખૂબ જ આગળ પડતું છે. અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદી એ અમદાવાદ શહેરની એક અલગ ઊભી કરી છે. તેમાં પણ સાબરમતી નદીના કિનારે બનાવાયેલો રિવરફ્રન્ટએ સમગ્ર દેશના પ્રવાસીઓને આકર્ષિત કરે છે.
પોતાની એક અલગ ઓળખ: આજ અમદાવાદ શિક્ષણમાં પણ અવ્વલ નંબર પર જોવા મળી રહ્યું છે. આરોગ્ય ક્ષેત્રે પણ અમદાવાદ શહેર આગળ છે. દેશની સૌથી મોટી સરકારી સિવિલ હોસ્પિટલ પણ અમદાવાદ ખાતે જ આવેલી છે. આ જ સમગ્ર વિશ્વમાં અમદાવાદ શહેર પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. જ્યારે સમગ્ર ભારતમાં વર્લ્ડ હેરિટેજ સિટીનું નામના ધરાવતું એકમાત્ર શહેર જે અમદાવાદ છે. જે સૌ આપણા માટે ગૌરવની વાત કહી શકાય છે.
આ પણ વાંચો: Youth 20 India: પર્યાવરણ સંરક્ષણ અંગે યોજાયેલી સમિટમાં 62 દેશના ડેલિગેટ્સ આવ્યા પણ CM નહીં
પૂર્વનું માન્ચેસ્ટર: અમદાવાદે આઝાદીની ચળવળમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. બ્રિટિશ શાસન વિરુદ્ધ મહાત્મા ગાંધીના અભિયાનને કારણે આ શહેર ઘણા મોટા કાર્યક્રમો અને સંઘર્ષોનું સાક્ષી બન્યું હતું. સાબરમતી નદી પર બાપુના આશ્રમને કારણે આજે એક મુખ્ય માર્ગ આશ્રમ રોડ તરીકે ઓળખવામાં આવે છે. મહાત્મા ગાંધી ઘણા લાંબા સમય સુધી સાબરમતી આશ્રમમાં રહ્યા હતા. અમદાવાદને 21મી સદીમાં લાવનાર તેના વિકસતા કાપડ ઉદ્યોગ માટે તેને 'પૂર્વનું માન્ચેસ્ટર' તરીકે ઓળખવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન અમદાવાદ તેની ભવ્યતા અને મોટા પાયે ઉજવણી માટે જાણીતું છે.