ETV Bharat / state

અમદાવાદની 21 સીટનું કાલે પિક્ચર ક્લિયર, જનાદેશથી પરિણામ પર લાગશે મહોર - Congress Party Ahmedabad

ગુજરાત વિધાનસભા ચૂંટણીના(Gujarat Assembly Election 2022) બન્ને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે અમદાવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઉમેદવારો વચ્ચે રસાકસી જોવા મળી રહી છે. મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રીની રેકોર્ડ બ્રેક મતદાનની અપિલ પણ નિષ્ફળ રહી છે. ત્યારે અમદાવાદમાં થશે પુનરાવર્તન કે પરિવર્તન કાલે થશે ફેંસલો.

અમદાવાદની 21 સીટનું કાલે પિક્ચર ક્લિયર, જનાદેશથી પરિણામ પર લાગશે મહોર

author img

By

Published : Dec 7, 2022, 4:19 PM IST

Updated : Dec 7, 2022, 5:48 PM IST

અમદાવાદ જિલ્લાની કુલ 21 બેઠકો કે જેમાં કુલ સરેરાશ 59.05 ટકા મતદાન નોંધાયું છે. જેમાં 61.82 ટકા પુરુષ , 56.05 મહિલા અને 22.49 ટકા થર્ડ જેન્ડરએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અમદાવાદ(Ahmedabad assembly seat) જિલ્લામાં કુલ 60,04,739 કુલ મતદારો નોંધાયા છે. જેમાં 31,23,306 પુરુષ મતદારો, 28,81,224 મહિલા મતદારો અને 209 થર્ડ જેન્ડર મતદારો છે. જેમાં 60.04 લાખ કુલ મતદારોમાંથી 35.45 લાખ મતદારોએ મત આપ્યો છે. અમદાવાદ શહેરમાં સૌથી ઓછું મતદાન થયું છે.

અમદાવાદમાં જ્ઞાતિ સમીકરણો અમદાવાદ(Gujarat Assembly Election 2022) શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તમામ જ્ઞાતિના લોકો વસે છે. ગામડાઓમાંથી પણ શહેરમાં કમાવવા માટે આવતા હોય છે. અને અમદાવાદમાં સ્થાઇ થાય છે. અમદાવાદમાં પાટીદારો, કોળી સમાજ, બાહ્યણ, મિસ્ત્રી, પ્રજાપતિ, અને રજપુત સમાજની બહુમતી છે. તેમજ અમૂક વિસ્તારોમાં જૈન કોમ્યુનીટી વધુ વસ્તી જોવા મળે છે. તો કેટલાક વિસ્તારોમાં મુસ્લિમની વસ્તી વધુ જોવા મળતી હોય છે. એમ રાજકિય પક્ષો જ્ઞાતિના સમીકરણો સેટ કરીને ઉમદેવારો ઉભા રાખે છે. જોકે આ વખતે અમદાવાદ શહેરમાં વિધાનસભાની ચૂંટણીનો જેવા જોઇએ તેવો માહોલ જોવા મળ્યો ન હતો.

મોદીની રેકોર્ડ બ્રેક મતદાન અપિલ ફેલ અમદાવાદ શહેર(Ahmedabad assembly seat) પ્રધાનમંત્રીએ તારીખ 1 ડિસેમ્બરે 51 કિલોમીટર રોડ શો કરીને વિધાનસભાની 13 બેઠકો પર પ્રચાર કર્યો હતો. તારીખ 2 ડિસેમ્બરે સરસપુરમાં જાહેરસભા યોજી હતી. અને તે સભામાં પણ જનમેદની ઉમટી હતી. જાહેર સભામાં જતી વખતે એએમસી થી સરસરપુર સુધી રોડ શો કર્યો હતો. અને જાહેરસભા પુરી થયા પછી સરસપુર થી બાપુનગર સુધી રોડ શો કર્યો હતો. આમ બાકી રહેલી 3 બેઠકોને પણ ચૂંટણી પ્રચારમાં આવરી લીધી હતી. અને તેમ છતા મતદાનના દિવસે મતદાતા નિરાશ રહ્યો હતો. અને મત આપવા માટે મથક સુધી ગયો ન હતો. પ્રધાનમંત્રીની રેકોર્ડ બ્રેક મતદાનની અપિલ પણ નિષ્ફળ રહી હતી. અને પ્રધાનમંત્રીના દાવાથી અલગ અમદાવાદમાં 59 ટકા ટોટલ મતદાન નોંધાયું હતું.

રસાકસીનો માહોલ અમદાવાદ શહેર 16 અને ગ્રામ્ય વિસ્તારની 5 બેઠકોમાં પર રસાકસીનો માહોલ જોવાની પુરી શક્યતાઓ છે. આ 21 બેઠકો ઉપર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમદેવારો ચૂંટણી લડી રહ્યા છે. તેમજ અમદાવાદની જમાપુર, દરિયાપુર, દાણલિમડા પર એમ ત્રણ બેઠક પર aimim લડી રહ્યા છે. જેથી મતોનું વિભાજન થવાની ધારણા છે.

રોડ-શો પૂરો કરતાં સાડા ત્રણ કલાક લાગ્યા પ્રધાનમંત્રીએ 32 કિમીનો રોડ-શો કર્યો હતો અને તેને ખતમ કરતા 3.30 કલાક લાગ્યા હતા. આ રોડ-શો નરોડા ગામથી શરૂ થયો હતો. નરોડાથી શરૂ થયેલો આ રોડ-શો ચાંદખેડામાં આખરે 3.30 કલાક પછી પુરો થયો હતો. ત્યારે અમદાવાદની દરેક બેઠક (ahmedabad assembly seat) પર કાંટેની ટક્કર જોવા મળી રહી છે.

નરોડા બેઠક આ બેઠક પરથી ડો પાયલ કુકરાણીને(Bharatiya Janata Party Ahmedabad ) ઉતારવામાં આવ્યા છે. 2017નું ભાજપને 60142 મતથી જીત મળી હતી. તો કોંગ્રેસએ મેધરાજ ડોડવાણીને ઉતાર્યા છે.અને આમ આદમી પાર્ટીમાંથી ઓમપ્રકાશ દરોગાપ્રસાદન તિવારીને ઉતાર્યા છે. ભાજપમાંથી આ બેઠક પર યુવા મહિલા ટિકિટ આપવામાં આવી છે. ત્યારે મોદીના આ રોડ-શો બાદ ભાજપની લીડ વધવાના ચાન્સ વધી ગયા છે.

નિકોલ બેઠક આ બેઠક પરથી ભાજપે જગદીશ વિશ્વકર્માને રિપીટ કર્યા છે. જયારે આમ આદમી પાર્ટીમાંથી(Aam Aadmi Party Ahmedabad ) અશોક ગજેરાને ઉતાર્યા છે. કોંગ્રેસએ રણજીતસિંહ બારડને ઉતાર્યા છે.ત્યારે આ બેઠક પરથી ભાજપને 2017માં 24880 મતથી જીત મળી હતી. તમણે જણાવી દઇએ કે પાટીદાર અનામત આંદોલનની સમયે પણ આ બેઠક પરથી જગદીશ વિશ્વકર્માએ બેઠક જાળવી રાખી હતી. મોદીના રોડ- શો ને કારણે ભાજપની જીતનું માર્જિન વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

બાપુનગર બેઠક આ બેઠક પરથી ભાજપે દિનેશ કુશવાહને ઉતાર્યા છે અને તે નવા ઉમેદવાર છે. કોંગ્રેસએ (Congress Party Ahmedabad)હિમ્મતસિંહ પટેલને ઉતાર્યા છે. તો આમ આદમી પાર્ટીએ રાજેશ દિક્ષીતને ઉતાર્યા છે. 2017માં આ બેઠક પરથી 3067 મતથી કોંગ્રેસની જીત થઇ હતી.

અમરાઈવાડી બેઠક આ બેઠક પરથી ભાજપે ડો. હસમુખ પટેલને ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ વિનય નંદલાલ ગુપ્તાને ઉતાર્યા છે અને કોંગ્રેસએ ધર્મેન્દ્ર દયાનંદ વિશ્વકર્માને ઉતાર્યા છે. ભાજપે નવા ઉમેદવારને ઉતાર્યા છે. 2017માં ભાજપને 105694 મત મળ્યા હતા. આ બેઠક પર આ વખતે કાંટેની ટકર જોવા મળી રહી છે.

મણિનગર બેઠક આ બેઠક પરથી ભાજપે ડો. અમૂલ ભટ્ટને ઉતારવામાં આવ્યા હતા. અને આ નવા ઉમેદવારને ભાજપે ઉતાર્યા છે. આ વિસ્તારમાં 2017માં ભાજપ જીતી હતી અને 75199 મતથી જીત મળી હતી. ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર ભાજપે જ્ઞાતિથી વિપરીત ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. આ વખતે ઉલ્લેખનીય છે બ્રાહ્મણને ટિકિટ આપવામાં આવી છે જે આજ સુધી કયારે પણ આપવામાં આવી નથી. મણિનગર બેઠક પરથી આમ આદમી પાર્ટીએ વિપુલ પટેલને ઉતાર્યા છે.કોંગ્રેસએ સી.એમ.રાજપૂતને ઉતાર્યા છે.

દાણીલીમડા બેઠક આ બેઠક પરથી ભાજપે નરેશ વ્યાસને ઉતાર્યા છે અને તે નવા ઉમેદવાર છે. કોંગ્રેસમાંથી શૈલેશ પરમારને અને આમ આદમી પાર્ટીમાંથી કાપડીયા દિનેશને ઉતારવામાં આવ્યા હતા. 2017માં કોંગ્રેસની જીત થઇ હતી અને 32510ના મતથી કોંગ્રેસ જીત મળી હતી. અહિંયા રોડ-શોની કોઇ અસર નહીં થાઇ તેવું લાગી રહ્યું છે.

ઠક્કરબાપાનગર બેઠક આ બેઠક પરથી ભાજપે નવા ઉમેદવાર કંચન રાદડિયા ઉતાર્યા છે. આ બઠેક પરથી કોંગ્રેસએ વિજયકુમાર બારોટને ઉતાર્યા છે અને આમ આદમી પાર્ટીએ સંજય મોરીને ઉતાર્યા છે. 2017માં ભાજપને જીત મળી હતી. 34088 મતથી ભાજપએ જીત મળી હતી. રોડ-શોની કોઇ અસર પડશે નહિં આ વિસ્તારમાં એવું જોવા મળી રહ્યું છે.

જમાલપુર ખાડિયા બેઠક ભાજપે ભૂષણ ભટ્ટને રિપીટ કર્યા છે.આ બેઠક પરથી 2017માં કોંગ્રેસની જીત થઇ હતી. 29339 કોંગ્રેસને મત મળ્યો હતો. આમ આદમી પાર્ટીએ હારૂન એફ.નાગોરીને ઉભા રાખવામાં આવ્યા છે. ઇમરાન ખેડાવાલાને ઉભા રાખવામાં આવ્યા છે. આ બેઠક 2017માં કોંગ્રેસએ જીત મેળવી હતી અને 29339 મતથી જીત મેળવી હતી. આ બેઠક પર આંતરીક વિવાદ જોવા મળી રહ્યો છે.

એલિસબ્રિજ બેઠક આ વખતે ભાજપે અમિત શાહને ઉતાર્યા છે અને તે નવા ઉમેદવાર છે. કોંગ્રેસએ ભીખુ દવેને ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ પારસ શાહને ઉતાર્યા છે. આ બેઠક પર ભાજપનો ગઢ જોવા મળે છે. મોદીના રોડ શો ના કારણે ભાજપના ઉમેદવારની લીડ વધી શકે છે.

વેજલપુર બેઠક આ બેઠક પરથી ભાજપે નવા ઉમેદવાર અમિત ઠાકર ઉતાર્યા છે. તો આમ આદમી પાર્ટીએ કલ્પેશ પટેલને ઉતાર્યા છે. કોંગ્રેસમાંથી રાજુ મકરબાને ઉતારવામાં આવ્યા છે. 2017માં ભાજપના ઉમેદવારે 22 હજારના 22567 મતથી જીત મેળવી હતી. રોડ-શોથી ભાજપને ફાયદો થઇ શકે છે.

નારણપુરા બેઠક આ બેઠક પરથી ભાજપે જિતેન્દ્ર પટેલને ઉતાર્યા છે અને તે નવા ઉમેદવાર છે. આમ આદમી પાર્ટીમાંથી પંકજ પટેલને ઉતાર્યા છે તો કોંગ્રેસએ સોનમ પટેલને ઉતાર્યા છે. આ બેઠક પર ત્રણેય પાટીદારો હોવાના કારણે કાંટેની ટક્કર જોવા મળશે. કૌશિક પટેલની તબિયત સારીના હોવાના કારણે નવા ચહેરાને મોકો આપવામાં આવ્યો છે. રોડ-શોના કારણે મતદાન અને મતમાં વધારો થઇ શકે છે જેના કારણે આ રોડ-શો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઘાટલોડિયા બેઠક આ બેઠક પર ભૂપેન્દ્ર પટેલને ઉતારવામાં આવ્યા છે અને તેમને રિપીટ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી માંથી વિજય પટેલને ઉતારવામાં આવ્યા છે. અને કોંગ્રેસમાંથી ડો.અમી યાજ્ઞિકને ઉતારવામાં આવ્યા છે. 2017માં ભાજપનો વિજય થયો હતો. તે સમયે117750 મતથી ભાજપનો વિજય થયો હતો. મહત્વની વાત એ છે કે આ બેઠક પરથી બે ઉમેદવાર મુખ્યમંત્રી છે અને સૌથી વઘુ લીડ ગુજરાતમાંથી આ સીટ પર મળી આવે છે. ભાજપનો પ્રયાસ એવો છે કે આ વખતે તેને 2012 અને 2017 કરતાં પણ વધુ લીડથી ભૂપેન્દ્ર પટેલને જીતાડવામાં આવે.

સાબરમતી બેઠક આ બેઠક પરથી ભાજપે નવા ચહેરાને ઉતાર્યા છે જેમાં ડો. હર્ષદ પટેલ છે. આમ આદમી પાર્ટીએ જસવંતસિંહ ઠાકોરને અને કોંગ્રેસએ દિનેશ સિંહને ઉતાર્યા છે.તમને જણાવી દઇએ કે ભાજપ આ સીટ પર સૌથી વધારે સેફ છે. પરંતુ ભાજપ અંહિયા લીડ વધારવાનો પ્રયાસ કરી રહી છે.

અસરવા બેઠક આ બેઠક પરથી ભાજપએ દર્શના વાધેલાને ઉતાર્યા છે. તો આમ આદમી પાર્ટીએ મેવાડા જંયતિ ને ઉતાર્યા છે. તો કોંગ્રેસએ વિપુલ પટેલને ઉતાર્યા છે. 2017માં આ બેઠક પરથી ભાજપની જીત થઇ હતી અને 65.12 મતથી વિજય થયો હતો.

દરિયાપુર બેઠક આ બેઠક પરથી ભાજપે કૌશિક જૈનને ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ તાજમોહમ્મદદ કુરેશીને ઉતાર્યા છે અને કોંગ્રેસમાંથી ગ્યાસુદીન શેખને ઉતાર્યા છે. 2017માં આ બેઠક પરથી કોંગ્રેસ વિજેતા થયા હતા અને આ વખતે પણ એજ ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે.

વટવા બેઠક આ બેઠક પરથી ભાજપે બાબુસિંહ ગઢવીને ઉતાર્યા છે. તો કોંગ્રેસએ બળવંતસિંહને ઉતાર્યા છે. તો આમ આદમી પાર્ટીએ બિપીન પટેલને ઉતાર્યા છે. 2017માં આ બેઠક પરથી ભાજપ વિજેતા થયું હતું. આ વખતે આ બેઠક પર ખરાખરીનો ખેલ જોવા મળી રહ્યો છે. કેમકે કોંગ્રેસ અને ભાજપ બને ઉમેદવાર સરખી જ્ઞાતીથી આવે છે.

કોની જીત કોની હાર ત્યારે જોવાનું રહ્યું કે અમદાવાદની આ બેઠકો પર કોની જીતની લાગે છે મહોર અને કોને કરવો પડશે હારનો સામનો. કાલે થશે તમામ ઉમેદવારનો ફેંસલો કે કાલે અમદાવાદમાં થશે પુનરાવર્તન કે પરિવર્તન.

Last Updated : Dec 7, 2022, 5:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.