- ગાંધીવિચાર આજે પણ યુવાનોને આકર્ષે છે : ડો.સુદર્શન આયંગર
- ગુજરાત યુનિ. ના FORMER VC ડો.સુદર્શન દ્વારા ગાંધીજીના મૂલ્યો વિશે માહિતી આપી
- સ્વાવલંબન અને ગ્રામ સ્વરાજ અંગે યુવાનોને વિગત આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા
- વિજ્ઞાન કેન્દ્રમાં ગાંધીજીના જીવન ઉપર પોસ્ટર પ્રદર્શનનું પણ આયોજન કરાયું
અમદાવાદ : ગૂજરાત વિદ્યાપીઠ અને ગુજરાત યુનિવર્સિટીમાં FORMER VC રહી ચૂકેલા ડો.સુદર્શન આયંગર દ્વારા ગઇકાલે બુધવારના રોજ ધરમપુર ખાતે આવેલા જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં ગાંધીજીના મૂલ્યો અને પ્રચાર-પ્રસાર અર્થે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનોને ગાંધીજીએ કહેલા ગ્રામ સ્વરાજ અને સ્વાવલંબન અંગે વિગતો આપવામાં આવી હતી. ડો.સુદર્શન આયંગરે જણાવ્યું કે, ગ્રામીણ કક્ષાના લોકોએ હાલ ખેતીવાડી છોડી દીધી છે અને ઉદ્યોગો તરફ વળ્યા છે, જેના કારણે તેઓ બીજાને ત્યાં કામ કરે છે. પરંતુ પોતાનો મૂળ જમીન સાથેનો નાતો તેઓ ભૂલી ચૂક્યા છે. એટલે કે પોતાની જમીનમાં ખેતી કરી પોતે સ્વાવલંબન કરી જીવન ગુજરાન ચલાવી શકે છે.
ગાંધી જીવન ઉપર એક પોસ્ટર પ્રદર્શન પણ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયું
લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે વિશેષ કાર્યક્રમમાં ગાંધી જીવન ઉપર એક પોસ્ટર પ્રદર્શન પણ વિજ્ઞાન કેન્દ્રના પરિસરમાં આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીજીના સંપૂર્ણ જીવન અંગેના વિવિધ ફોટોગ્રાફ સાથેની સંપૂર્ણ વિગતો આ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી હતી. જેથી ગાંધીવિચાર અને ગાંધી મૂલ્યો અને અહીં આવનારા તમામ લોકો જાણી શકે.
bisleri bottle અંગે યુવાનોને જાગૃત કર્યા
અહિંસા કેળવણી યુવા સંવાદ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત વિદ્યાપીઠના FORMER VC ડો.સુદર્શન આયંગર દ્વારા પીવાના પાણીની પ્લાસ્ટિકની bisleri bottle અંગે વિશેષ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરીને યુવાનોને જાગૃત કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, પીવાના પાણી પાછળ ભારત જ નહીં સમગ્ર વિશ્વ કેટલો ખર્ચો કરે છે, પ્લાસ્ટિકની બોટલ પાછળ કેટલો ખર્ચ થાય છે, પીવાનું પાણી પ્લાસ્ટિકની બોટલનું મનુષ્ય માટે કેટલું હિતાવહ છે. તેમજ પાણી પીધા બાદ પ્લાસ્ટિકની બોટલ જે કચરામાં જાય છે તે મનુષ્ય જાતી માટે કેટલી નુકશાનકારક છે એ તમામ પ્રકારની જાણકારી આપવામાં આવી હતી.
ગાંધીજીના મૂલ્યો અને વિચારો સચોટ અને સત્ય - ડો.સુદર્શન આયંગર
ડો.સુદર્શન આયંગરે ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, ગાંધીના વિચાર મૂલ્યોને સાંભળવા માટે આજે પણ યુવાવર્ગ એટલો જ આતુર છે અને આજે પણ ગાંધીજીના મૂલ્યો અને વિચારો એટલા જ સચોટ અને સત્ય છે. અને તે આગામી દિવસોમાં પણ એટલા જ રહેશે અને તે જીવંત છે તેવું જણાઈ આવે છે. અને તે જ યુવા વર્ગને આકર્ષે છે તે જાણીને ઘણો આનંદ થાય છે.
આ પણ વાંચો : રાજ્યના પ્રથમ લવ જેહાદ કેસમાં હાઇકોર્ટે તમામના જામીન મંજૂર કર્યા
આ પણ વાંચો : ભુપેન્દ્ર પટેલની સરકારને 1 મહિનો પૂર્ણ, જૂઓ આ લીધા નિર્ણયો