લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી તમામ રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે અને ઉમેદવાર જાહેર કરી રહ્યાં છે. તે વચ્ચે જ સુપ્રીમ કોર્ટથી મહત્વના સમાચાર આવતા જ રાજકીય પક્ષએ પોતાની પ્રતિક્રિયાઓ આપવાની શરૂઆત કરી દીધી છે, ત્યારે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.
હવે આ મામલો ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટ વચ્ચેનો છે. આ બંને સ્વતંત્ર અને બંધારણીય સંસ્થાઓછે. આ બંને સંસ્થાઓ જે પણ નિર્ણય લેશે તે બધાએ સ્વીકારવો પડશે. એવું ભરત પંડ્યાએ જણાવ્યું હતું.
મહત્વનું છે કે, બહુ વર્ષો પહેલા પહેલાનાંખનીજ ચોરીના કેસમાં આરોપી સાબિત થયેલા કોંગ્રેસના સસ્પેન્ડેટ ધારાસભ્ય ભગવાન બારડે પોતાના સસ્પેન્શનને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ તેમાં તેમને નિરાશ થવાનો સમય આવ્યો હતો, ત્યારબાદ હવે સુપ્રીમ કોર્ટે તાલાલા બેઠક પરની પેટા ચૂંટણી પર રોક લગાવી દીધી છે. જેથી હવે અહીં પેટા ચૂંટણી નહીં યોજાય.