અમદાવાદ શહેરમાં કોંગ્રેસના જે કાર્યક્રમ થતાં હતા. તેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની પાંખી હાજરી રહેતી હતી અને નેતાઓની કામગીરીથી સંતોષ ન થતાઆ નિર્ણય લેવાયો છે. સૂત્રોના કહેવા પ્રમાણે કેટલાક નેતાઓએ માત્ર હોદ્દા જ મેળવ્યા હતા. પણ શહેરના કાર્યક્રમોમાં ગેરહાજર રહેતા હતા.
જેથી નવા માળખામાં કામ કરનાર કાર્યકરોને જ સ્થાન આપવામાં આવશે. જેથી કોંગ્રેસ વધુ સારી રીતે પ્રજા વચ્ચે જઈ શકે. પ્રજાના પ્રશ્નો મોવડી મંડળ સુધી પહોંચાડી શકે. આગામી નવા 2020માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવે છે. જેથી શહેર કોંગ્રેસની ટીમ મજબૂત હોવી જોઈએ. જે કાર્યકર્તા સક્રિય હશે અને પાર્ટીના હિતમાં કામ કરશે તેને જ ટિકીટ આપવામાં આવશે. તેવી વાતો કોંગ્રેસમાં ચર્ચાઈ રહી છે.