ETV Bharat / state

Lover couple suicide પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી તો પરિવારે તેમના પૂતળાના કરાવ્યાં અનોખા લગ્ન

તાપીમાં પ્રેમી પંખીડાએ આત્મહત્યા (Tapi Suicide Case) કરી લેતા તેમના પરિવારે તેમના પૂતળાં બનાવી લગ્ન (Lover couple suicide) કરાવ્યાં હતાં. બંને પ્રેમી પંખીડાઓએ પરિવાર પાસેથી લગ્નની મંજૂરી (tapi lover statue marriage) માગી હતી. જોકે, મંજૂરી ન મળતાં તેમણે એકસાથે આત્મહત્યા કરી લીધી હતી.

Lover couple suicide પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી તો પરિવારે તેમના પૂતળાના કરાવ્યાં અનોખા લગ્ન
Lover couple suicide પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી તો પરિવારે તેમના પૂતળાના કરાવ્યાં અનોખા લગ્ન
author img

By

Published : Jan 19, 2023, 2:54 PM IST

6 મહિના પહેલા કરી હતી આત્મહત્યા

તાપી જિલ્લામાં મૃત્યુ પામેલા યુવક અને યુવતીનું પૂતળું બનાવી તેમના લગ્ન કરાવવામાં આવ્યા હતા. નિઝરના નવા નેવાળા ગામના ગણેશભાઈ અને તેમનાં પ્રેમિકા રંજનાબેન નામના પ્રેમી પંખીડાઓએ થોડા દિવસો પહેલાં જ આત્મહત્યા કરી હતી. ત્યારે હવે તેમના પરિવારે બંનેના પૂતળા બનાવી લગ્ન કરાવ્યાં હતાં.

આ પણ વાંચો Vadodara News : ગુમ થયેલ મહિલા કોન્સ્ટેબલ અને સદ્દામ નામનો યુવક મહારાષ્ટ્રથી મળી આવ્યા હોવાની માહિતી આવી સામે

6 મહિના પહેલા કરી હતી આત્મહત્યા અહીં પરિવારના સભ્યોએ બાળકોનાં પૂતળા બનાવીને તેમનાં લગ્ન કરાવી દીધાં હતાં. આ કેસ તાપી જિલ્લાના નેવાલા ગામનો છે, જ્યાં દરેક પ્રેમી અને પ્રેમીકાના લગ્ન અને તેમના 7 ફેરા કરવામાં આવ્યા હતા. ગામના એક યુગલના સંબંધને તેમના પરિવારના સભ્યોએ સ્વીકાર્યું નહતું. આના કારણે તેણે છોકરી છોકરાના લગ્ન કરાવવાની ના પાડી દીધી હતી. આ પછી બંનેએ 6 મહિના પહેલા એક સાથે આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચો Rajkot Honey Trap case : હનીટ્રેપમાં ફસાયેલા વ્યક્તિને રાજકોટ ક્રાઈમબ્રાન્ચે બચાવ્યો, આરોપીઓએ પડાવ્યા આટલા રૂપિયા

બંનેના મૃતદેહ મળ્યા નેવાલા ગામમાં ગણેશ નામનો છોકરો તેની ગર્લફ્રેન્ડ રંજનાના પ્રેમમાં હતો. તેની સાથે લગ્ન કરવા માગતો હતો. ગણેશ ઓગસ્ટ 2022માં રંજનાને તેના ઘરે લઈ ગયો હતો. તેણે પોતાના ઘરે રંજના સાથે લગ્ન કરવાની વાત કરી હતી, પરંતુ તેના પરિવારજનોએ લગ્ન કરવાની ના પાડી હતી. ત્યારબાદ બંને ઘરની બહાર નીકળી ગયા અને બંનેએ આત્મહત્યા કરી લીધી હતી. ઘરની બહાર નીકળ્યાના થોડા કલાકો બાદ ગણેશ અને રંજનાના મૃતદેહ મળી આવ્યા હતા.

પરિવારજનોએ વ્યક્ત કર્યો અફસોસ આ અંગે પરિવારજનોએ અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. બાદમાં પરિવારજનોને સમજાયું કે, બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. તેથી જ તેમણે વિચાર્યું કે, જે કામ તે લોકો પહેલા આ બંને માટે નહોતા કરી શક્યા તે હવે કરવું જોઈએ. આ જ કારણોસર છોકરા અને છોકરી બંનેના પરિવારના સભ્યોએ તેમના પૂતળા તૈયાર કર્યા અને તેમના લગ્ન કરાવ્યા હતા.

વિધિ મુજબ કરાવ્યા લગ્ન મળતી માહિતી મુજબ, લગ્ન નક્કી કર્યા બાદ બંનેએ લગ્નની જાન કાઢી અને તમામ કાયદાકીય વિધિઓ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન આદિવાસી પરંપરા મુજબ થયા હતા. બંનેના પરિવારોનું માનવું છે કે, તેમના બાળકોની આત્માને પુતળાના લગ્ન કરવાથી શાંતિ મળશે.

પૂતળાઓના લગ્ન પરિવારની મંજૂરીથી થયાં આ અંગે કૈલાશ રામભાઈ પાડવીએ જણાવ્યું હતું કે, છોકરો અને છોકરીના મૃતદેહ મળ્યા હતા. બંનેના પરિવારજનોને લાગે છે કે, તેમના પૂતળાના લગ્ન કરાવીને તેમની આત્માને શાંતિ મળશે. છોકરીના દાદા ભીમસિંહ પાડવીએ કહ્યું કે, ગણેશ (છોકરો) તેમના પરિવાર સાથે દૂરના સંબંધમાં છે. આ કારણે બંનેના લગ્ન નહોતા થયા, પરંતુ હવે આ લગ્ન બંનેના પરિવારની મંજુરીથી થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.