ETV Bharat / state

Hardik Patel Retaliate : રામ મંદિર અંગેના કોંગ્રેસ નેતાના નિવેદન પર ભડક્યાં - ભરતસિંહ સોલંકી અને હાર્દિક પટેલ

ગુજરાતમાં ચૂંટણી પહેલાં રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. આજે કોંગ્રેસના પૂર્વ નેતાએ રામ મંદિર અંગે વિવાદિત નિવેદન આપતા વિવાદ (Statement of Bharatsinh Solanki)સર્જાયો છે. આ મુદ્દે હાર્દિક પટેલે કોંગ્રેસ પર આરોપ લગાવ્યા છે કે મેં અગાઉ પણ કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કરે છે, હંમેશા હિન્દુ ધર્મની આસ્થાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે.

કોંગ્રેસને જનતાની ભાવનાઓ સાથે કોઈ લેવા દેવા નથી: હાર્દિક પટેલ

author img

By

Published : May 24, 2022, 7:57 PM IST

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ આપેલા વિવાદીત (Statement of Bharatsinh Solanki)નિવેદન અંગે હાર્દિક પટેલે પણ ટ્વીટ કરીને પોતાનો આક્રોશ રજૂ કર્યો છે. હાર્દિક પટેલે ટ્વિટ કર્યું કે કોંગ્રેસને જનતાની ભાવનાથી કોઇ લેવા દેવા નથી તેવું મેં પહેલા પણ કહ્યું છે. તેમણે સવાલ કર્યો કે શું કોંગ્રેસને હિન્દુઓના વોટની જરુર નથી? મંગળવારે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ વિવાદીત નિવેદન(Hardik Patel Remark on Congress Leader) આપ્યું હતું કે રામ મંદિરની ઇંટો પર કૂતરા પેશાબ કરે છે. આ નિવેદન બાદ થોડા કલાકોમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા હાર્દિક પટેલનું નિવેદન આવ્યું છે અને તેમણે ભરતસિંહના નિવેદન અંગે આક્રોશ પ્રગટ કર્યો હતો.

  • Hardik Patel, who recently quit Congress, claims that "a former Union Minister & Gujarat Congress leader has made a statement that dogs urinate on the bricks of Ram Temple..." & asks "what's Congress' problem with Lord Ram & Hindus..." pic.twitter.com/6kTEAuBJLi

    — ANI (@ANI) May 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચોઃ પાટણમાં મેવાણીએ ભાજપ અને RSS પર પ્રહારો કરવામાં કહ્યું કંઇક એવું કે...

કોંગ્રેસને જનતાની ભાવનાઓ સાથે કોઈ લેવા-દેવા નથી - હાર્દિક પટેલે ટ્વિટમાં કહ્યું કે, મેં પહેલા પણ કહ્યું હતું કે કોંગ્રેસને જનતાની ભાવનાઓ સાથે કોઈ લેવા-દેવા નથી, કોંગ્રેસ પાર્ટી હંમેશાં હિન્દુ ધર્મની આસ્થાની વિરોધમાં જ કામ કરતી આવી છે. આજે પૂર્વ કેન્દ્રીયપ્રધાન અને ગુજરાતના નેતાએ નિવેદન આપ્યું કે રામ મંદિરની ઈંટો પર કૂતરાઓ પેશાબ કરતા હતા. હું કોંગ્રેસ અને તેના નેતાઓને પૂછવા માંગુ છું કે તમને ભગવાન શ્રી રામથી શું વાંધો છે? હવે તો ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ પણ થઇ રહ્યું છે છતાંય કોંગ્રેસના નેતા વિવાદીત નિવેદન કેમ આપે છે. શું કોંગ્રેસને હિન્દુઓના વોટની જરૂર નથી ?

કોંગ્રેસ પક્ષે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું -કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ એવા હાર્દિક પટેલે થોડા દિવસો અગાઉ જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. હાલ તેઓ કોઇ પક્ષમાં નથી પણ તેઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે તેની પૂરજોશથી ચર્ચા ચાલી રહી છે. તેમના નિવેદનોમાં પણ ભાજપ તરફી ઝોક જોવા મળી રહ્યો છે. જો કે તેઓ ભાજપમાં જોડાશે કે કેમ તે વિશે મગનું નામ મરી પાડતા નથી.

આ પણ વાંચોઃ રામના નામે રાજનીતિ : કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ રામને નામે કહી નાંખ્યા આ કેવા બોલ! વિ્વાદનો મધપૂડો છેડાયો

હાર્દિક પટેલે કોંગ્રેસને આડે હાથે લીધી- હાર્દિક પટેલે કોંગ્રેસ છોડયા બાદ કોંગ્રેસ તથા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા અને પોતાના કોંગ્રેસના 3 વર્ષ નિષ્ફળ ગયા હોવાનું જણાવ્યું હતું. હાર્દિક પટેલ કોંગ્રેસ છોડયું તે પહેલાં ત્રણ મહિનાથી તેઓ કોંગ્રેસ પક્ષ સાથે નારાજ ચાલી રહ્યા હતા અને અવાર નવાર પોતાનો બળાપો વ્યકત કરતા હતા. કોંગ્રેસ છોડયા બાદ ફરી એક વાર હાર્દિક પટેલે કોંગ્રેસને આડે હાથે લીધી છે અને રામ મંદિર બાબતના ભરતસિંહ સોલંકીના વિવાદીત નિવેદન બાદ પણ તેમણે ટ્વિટ કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.