વ્યવસ્થાના ભાગ રૂપે વિદ્યાર્થી પોતાના સર્ટિફિકેટ લેવા માટે અગાઉ ઓનલાઈન પેમેન્ટ મેળવી શકે છે, અને પોતાને અનુકુળ તથા તે નિયત પ્રમાણે તેના સર્ટિફિકેટ મેળવી શકશે.
આ સુવિધા અંતર્ગત મળનારા સર્ટિફિકેટ:-
- - માઈગ્રેશન સર્ટિફિકેટ
- -બેકલોગ સર્ટિફિકેટ
- -CGPA TO PERCENTAGE
- -રેન્ક સર્ટિફિકેટ
- -લેન્ગવેજ સર્ટિફિકેટ
- -ટ્રાન્સક્રીપ્ટ સર્ટિફિકેટ
આ ઉપરાંત બેકલોક વિદ્યાર્થીઓ જે પોતાના વતનમાં હોય છે તેઓ પરીક્ષાનું ફોર્મ હવે ઓનલાઇન ભરી શકશે,જે ફોર્મ વિદ્યાર્થીઓએ સમયસર ભરવાનું રહેશે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષાના આગલા દિવસ સુધી ફોર્મ ભરતા નથી તે લોકો માટે પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાના આગલા દિવસ સુધી પણ લેટ ફી લઈને હવે વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે પરંતુ તે માટેની લેટ ફી પણ ઓનલાઈન ભરવાની રહેશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ પણ ઓનલાઇન મળી જશે.