અમદાવાદ કોરોનાના કારણે બે વર્ષ બાદ ફ્લાવર શો (Flower Show Ahmedabad) નું આયોજન કરાયું છે. જેમાં આ વખતે ખાસ કરીને ફ્લાવર શોમાં વિવિધ પ્રકારના ફૂલો અને અને નવા પ્રકારના ફૂલોનો (plant called Adenium) ઉપયોગ કરાયો છે. જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. ત્યારે વાત કરીએ આપણે ફ્લાવર શોમાં ઉપયોગમાં લેવામાં આવેલ એડેનિયમ નામનો ફૂલ -છોડ લોકોને ખૂબ જ આકર્ષી રહ્યો છે.
શિયાળામાં જોવા મળતા ફૂલો એડિનીયમ નામનો ફુલ(plant called Adenium) એ ખાસ કરીને શિયાળામાં જોવા મળતા ફૂલો છે. જે તેમના રંગબેરંગી ફૂલો માટે ખૂબ જ જાણીતા છે. આ ફૂલોને ઘણા બધા વર્ષો સુધી પોટમાં ઉગાડી શકાય છે. અને સામાન્ય રીતે તેનો ઉપયોગ બોન્સાઈ તરીકે થતો હોય છે.
આ પણ વાંચો ગિરિમથક સાપુતારા ખાતે લોકોએ નવા વર્ષનું સ્વાગત ધામધૂમથી કર્યું
ફુલોનો સમાવેશ ફૂલ છોડના વિશેષજ્ઞ એવા પ્રવીણભાઈ ચૌધરી etv ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે ફ્લાવર શોમાં દર વખતે કરતાં અલગ અલગ પ્રકારના ફુલોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં એડિનીયમ એ અલગ પ્રકારનું ફૂલ છે. સામાન્ય રીતે શિયાળામાં અને લોકોના ઘરોમાં આ છોડ વધારે જોવા મળી આવે છે. એડિનિયમને જુદી જુદી 12, બહાર જેટલી પ્રજાતિઓમાં જોવા મળે છે. એડિનિયમને રણના ગુલાબ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ફૂલોની કિંમત આ ફૂલોને વધારે (adenium plant hot favorite at flower shows) પાણી નથી જોઈતું હોય તો માવજત ઓછી અને ઉષ્ણકટિંગ બંધિય વાતાવરણમાં આનો ફેલાવો વધુ થતો જોવા મળે છે. બજાર પ્રમાણે આ ફૂલોની કિંમત 2500 ની આસપાસ હોય છે. તેમજ લોકોમાં આની માંગ પણ વધારે જોવા મળે છે.