ETV Bharat / state

Ahmedabad Protest: અદાણીના ટેક્સ બાબતે કોર્પોરેશનના બજેટ સત્રમાં ભારે હંગામો - ભારે હંગામો થતા 30 મિનિટ સુધી બજેટ સત્ર મોકૂફ

અદાણી ટેક્સ બાબતે કોર્પોરેશન બજેટમાં ભારે હંગામો થયો છે. અદાણી પાસેથી કરોડો ટેક્સ વસુલવાનો બાકી તો કેમ વસુલવામાં આવતો નથી. તેવો વિપક્ષે આરોપ લગાવ્યો છે. ભારે હંગામો થતા 30 મિનિટ સુધી બજેટ સત્ર મોકૂફ રાખવામાં આવ્યું. વિપક્ષે ભાજપના કોર્પોરેશન અદાણીના એજન્ટ ગણાવ્યા, જ્યારે ભાજપના કોર્પોરેટે કોંગ્રેસને પાકિસ્તાન એજન્ટ ગણાતા ભારે વિરોધ થયો.

અદાણી ટેક્સ બાબતે કોર્પોરેશન બજેટમાં ભારે હંગામો

author img

By

Published : Feb 20, 2023, 12:34 PM IST

Updated : Feb 20, 2023, 1:34 PM IST

અદાણી ટેક્સ બાબતે અમદાવાદ કોર્પોરેશન બજેટમાં ભારે હંગામો

અમદાવાદ: અદાણી ટેક્સ બાબતે અમદાવાદ કોર્પોરેશન બજેટમાં ભારે હંગામો થયો છે. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે અદાણી પાસેથી કરોડોનો ટેક્સ વસુલવાનો બાકી છે તો કેમ વસુલવામાં આવતો નથી. વિપક્ષનો ભારે હંગામો થતા 30 મિનિટ સુધી બજેટ સત્ર મોકૂફ રાખવામાં આવ્યું.

અદાણીના એજન્ટ: અદાણી ટેક્સ બાબતે અમદાવાદ કોર્પોરેશન બજેટમાં ભારે હંગામો થયો છે. વિપક્ષે ભાજપના કોર્પોરેશનને અદાણીના એજન્ટ ગણાવ્યા, જ્યારે ભાજપના કોર્પોરેટે કોંગ્રેસને પાકિસ્તાન એજન્ટ ગણાતા ભારે વિરોધ થયો. અદાણી કેસને લઈને વિપક્ષી પાર્ટીઓ દ્વારા રોડથી લઈને સંસદ સુધી વિરોધ પ્રદર્શન ચાલુ છે. વિરોધ પક્ષો સતત હોબાળો મચાવી રહ્યા છે. આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ તેને મોટો મુદ્દો ગણાવતા કહ્યું છે કે સંસદમાં તેની ચર્ચા થવી જોઈએ.

સંસદ ભવનમાં વિરોધ પ્રદર્શન: વિપક્ષના સાંસદોએ હાથમાં મોટા બેનર પોસ્ટર લઈ સંસદ ભવનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષના સાંસદો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સામે એકઠા થયા હતા અને સંસદમાં અદાણી મુદ્દે ચર્ચાની માંગ કરી હતી. સંયુક્ત સંસદીય સમિતિ (JPC) અથવા સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ અદાણી જૂથના મામલાની તપાસની માંગ કરવા માટે રજૂઆત કરી હતી.

આ પણ વાંચો: Ahmedabad Corporation: કમિટીમાં રાખ્યા નથી, બજેટમાં પ્રશ્ન પૂછવા દેવામાં આવતા નથી, વિપક્ષનો બળાપો

ભારતમાં આપખુદશાહી: રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, 'અમે અદાણીનો મુદ્દો સંસદમાં ઉઠાવીશું. સરકાર આટલા મોટા મુદ્દા પર મૌન છે, ખાસ કરીને પીએમ મોદી. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, હવે અમે બેઠક કરીશું. સમગ્ર વિપક્ષ એક સાથે આવશે, ચર્ચા કરશે અને નિર્ણય લેશે. આ માત્ર કોંગ્રેસનો મુદ્દો નથી, પરંતુ ભારતની સામાન્ય જનતાનો મુદ્દો છે. હું નિર્મલા સીતારમણને સલાહ આપવા માંગુ છું કે ભારતમાં આપખુદશાહીને બદલે લોકશાહી પ્રવર્તવી જોઈએ. જ્યારે આપણે આપણા મંતવ્યો અને માંગણીઓ રજૂ કરીએ છીએ, ત્યારે તે દંભ નથી. આ લોકશાહી છે. તમારી સરકાર જે કરે છે તે આપખુદશાહી છે.

આ પણ વાંચો: Owaisi house stones pelting: અશોક રોડ પર અમાસાજિક તત્ત્વોએ નેતાના ઘરને નિશાન બનાવ્યું

પીઆઈ સાંસદ બિનોય વિશ્વમે કહ્યું, 'હું એલઆઈસી એમ્પ્લોઈઝ ફેડરેશનનો પ્રમુખ છું. અદાણી અને અંબાણીના લોભથી એલઆઈસીના દુરુપયોગ સામે સામાન્ય લડત માટે અમે એલઆઈસીના તમામ યુનિયનોનો અભિપ્રાય પણ માંગી રહ્યા છીએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિપક્ષી પાર્ટીઓએ નિર્ણય કર્યો છે કે તેઓ સંસદના બંને ગૃહોમાં દરખાસ્ત માંગશે, અદાણી કૌભાંડના મુદ્દા સિવાય અન્ય કોઈ વાત પર વાત નહીં કરે.

Last Updated : Feb 20, 2023, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.