અમદાવાદઃ વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ભારત અને ગુજરાતમાં દિનપ્રતિનિધ કોરોનાના કેસ વધી રહ્યા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચથી 21 દિવસનું લોકડાઉન આપ્યું છે. ઘરે રહેવાનું છે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું કહ્યુ છે. તેમ છતાં લોકો બહાર ફરી રહ્યા છે. લોકડાઉનની ગંભીરતા સમજી શકયા નથી.
અભિનેતા અને ગુજરાત નાટય કલાકાર સંજય ગોરડિયાએ ઈટીવી ભારતના માધ્યમથી જનતાને અપીલ કરી છે કે, ઘરે રહો સુરક્ષિત રહો. ગરબા રમાય નહી. મોદી કાકાએ કહ્યું છે કે ઘરમાં રહો... એટલે ઘરમા જ રહેવાનું. બહાર નીકળવાનું નહી. હળવી માર્મિક ભાષામાં સંજયભાઈએ કહ્યું હતું કે, હું પણ ઘરે છું, તો તમે ઘરમાં રહો ને... જીવતા રહીશું તો બધુ જ થશે. મનેય ઘરમાં કંટાળો આવે છે, પણ શું કરું.? મનેય થાય છે કે કયારેક બહાર નીકળું. પણ બહાર નીકળાય નહી...
સંજયભાઈ ગોરડિયાએ ઉમેર્યુ હતું કે, ઘરે બેઠા મારા નાટકો જોજો. ફરીથી નાટકો જોજો, દરેક વખતે બહુ મજા આવશે, અરે ભાઈ મારા નહી તો બીજાના નાટકો જોજો, પણ ધરે બેસી રહેજો. મિત્રો સંજયભાઈ ગંભીર રીતે અપીલ કરી રહ્યા છે કે તમો ઘરમાં છો તો સુરક્ષિત છો. માટે મારી અપીલ છે કે તમે ઘરમાં જ રહો અને કોરોનાના જંગમાં આપણે વિજેતા બનવાનું છે.