- 31 ડીસેમ્બરને લઇ અમદાવાદ શહેર પોલીસનો એકશન પ્લાન
- 09 વાગ્યા બાદ બહાર ફરતા લોકોનું તબીબી પરિક્ષણ કરાશે
- જો નશો કર્યો હશે તો સીધા જેલના હવાલે મોકલાશે
અમદાવાદઃ કોરોના વધી રહેલા કેસને પગલે ગુજરાત પોલીસે 31મી ડિસેમ્બરને લઇ આ વખતે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. 31મી ડિસેમ્બરને લઇ અમદાવાદ શહેર પોલીસે એકશન પ્લાન તૈયાર કર્યું છે 31 ડિસેમ્બરની રાત્રે 9 વાગ્યા બાદ બહાર ફરતા લોકોનું તબીબી પરિક્ષણ કરાશે અને જનશો કર્યો હશે તો સીધા જેલના હવાલે મોકલવાની તૈયારી દર્શાવવામાં આવી છે. કોરોનાના કારણે આ વર્ષે બ્રેથ એનેલાઇઝર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. તો અમદાવાદમાં 31મી ડિસેમ્બરને લઇ પોલીસ બંદોબસ્તમાં 7 DCP અને 14 ACP સહિત 3500 થી વધુનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસ ખાનગી જગ્યાએ પણ ચેકિંગ કરશે.
અમદાવાદ પોલીસનો એકશન પ્લાન
- 31મી ડિસેમ્બરને લઇ અમદાવાદ શહેર પોલીસના એક્શન પ્લાન
- 09 વાગ્યા બાદ બહાર ફરતા લોકોનું તબીબી પરીક્ષણ
- નશો કર્યો હશે તો સીધા જેલના હવાલે મોકલાશે
- બ્રેથ એનેલાઇઝર કોરોના મહામારીને ધ્યાને રાખી પ્રતિબંધ
- પોલીસ બંદોબસ્તમાં 3500થી વધુ પોલીસ ખડેપગે
- પોલીસ ખાનગી જગ્યાએ પણ સરપ્રાઇઝ ચેકિંગ કરશે
- હાલ અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂ અમલમાં છે જેનું આવતીકાલે કડક પાલન કરવામાં આવશે
- અમદાવાદમાં 28 ચેક પોસ્ટ પર ચેકિંગ કરાશે
- અમદાવાદ બહારના વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં
- 31મી ડિસેમ્બરની 9 વાગ્યા પછી ઉજવણી નહીં કરી શકાય
- જાહેરનામા મુજબ દિવસ દરમિયાન ઉજવણી કરી શકાશે
- જાહેરનામાનો ભંગ થશે તો ગૂનો નોંધાવામાં આવશે
પોલીસ સર્વેલન્સના કેમેરાથી પણ મોનિટરીંગ કરવામાં આવશે
31મી ડિસેમ્બરને લઇ અમદાવાદ શહેર પોલીસ એક્શન પ્લાન તૈયાર કરી રહી છે રાત્રે 09 વાગ્યા પછી શહેર પોલીસ કંટ્રોલરૂમમાં સર્વેલન્સ કેમેરા પર નજર રાખશે. જો કોઇ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે. તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ શહેરમાં ખાનગી જગ્યા પર સરપ્રાઇઝ ચેકિંગ પણ કરશે અને લેટનાઈટ પાર્ટીનું આયોજન કરવામાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં પણ આવશે.