ETV Bharat / state

Sabarmati pollution: ગુજરાત હાઈકોર્ટ થયું લાલચોળ, સાબરમતી નદીમાં વધતા પ્રદૂષણને લઇને AMC અને GPCBને આપ્યા કાર્યવાહીના આદેશ - સાબરમતીમાં પ્રદૂષણ

સાબરમતીમાં પ્રદૂષણ વધી રહ્યું છે. જેને લઇને ગુજરાત હાઇકોર્ટ ટીમ પ્રદૂષણ મુદ્દે જીપીસીબી અને અમદાવાદ મેગા કોર્પોરેશનને ઉઘડા લીધા હતા. અગાઉ પણ અવારનવાર હાઇકોર્ટ એએમસીને ગેરકાયદેસર કનેક્શન કાપવા પણ હુકમ કર્યો હતો.

Sabarmati pollution: ગુજરાત હાઈકોર્ટ થયું લાલચોળ, સાબરમતી નદીમાં વધતા પ્રદૂષણને લઇને AMC અને GPCBને આપ્યા કાર્યવાહીના આદેશ

author img

By

Published : Jan 21, 2023, 9:01 AM IST

અમદાવાદ: સાબરમતી નદીમાં દિવસે દિવસે પ્રદૂષણ વધતું જ જઈ રહ્યું છે. જેને લઇને આની અગાઉ પણ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગંભીર રીતે અનેક સૂચનો કરવામાં આવ્યા હતા. સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનવણી હાથ ધરાઈ હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટ જીપીસીબી અને અમદાવાદ મેગા કોર્પોરેશનને ઉધડો લેવામાં આવ્યા હતા.

નવા કનેક્શન: હાઇકોર્ટે પાણીના જે નવા કનેક્શન આપ્યા હતા. તેની શુદ્ધતાને લઈને પણ સવાલ ઉઠાવ્યા હતા. જો નવા કનેક્શન પાસે તો નદીમાં વધુ પાણી પ્રદૂષિત થશે એવું પણ હાઇકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું. જો કે અગાઉ પણ અવારનવાર હાઇકોર્ટ એએમસીને ગેરકાયદેસર કનેક્શન કાપવા પણ હુકમ કર્યો હતો.

સાબરમતીમાં ઠલવાતુ: અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં ડ્રેનેજનું પાણી સુએજ થી સાબરમતીમાં ઠલવાતુ હોવાનો મુદ્દો ચર્ચાયો હતો. ગેરકાયદે કનેકશનને લઈને પ્રદૂષણ થતું હોવાથી સુનાવણી દરમિયાન હાઇકોર્ટે AMC ગેરકાયદેસર કનેક્શનો કાપવા પણ તાકીદ કરી છે. એટલું જ નહીં ગેરકાયદે કનેક્સનો કપાયા બાદ ફરી જોડાયા થયાની પણ અનેક ફરિયાદ ઉઠી રહી છે. ત્યારે આવું કરનારા સામે કાર્યવાહી કરવામાંનું પણ સૂચન આપ્યું છે.

આ પણ વાંચો રખડતા ઢોરના મામલે હાઇકોર્ટે દ્વારા કોર્પોરેશનની સાથે એડવોકેટ જનરલને પણ ટકોર કરાઈ

પ્રદૂષણ મામલે: ગત સુનાવણીમાં આટલું પ્રદૂષણ અને દુષિત પાણી નહીં ચલાવી લેવાય તે અંગે સરકારે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી ટકોર કરી હતી. એક બાજુ સ્થાનિક તંત્ર દ્વારા પ્રદૂષણ ઘટાડવા અંગે પગલા લેવામાં આવતા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ નદીમાં પ્રદૂષણ વધતું હોવાથી હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. સાબરમતી નદીનું પાણી જે પણ પ્રદૂષિત છે તેમ દરિયામાં જાય છે જેના કારણે ભરતી સમયે આ બધું જ પાણી રિવર્સમાં સાબરમતીમાં જ આવે છે. સાબરમતી નદીની સાથે અન્ય નદીઓ પણ પ્રદુષિત થઈ રહી છે. ખંભાતના અખાત સુધી પાણીનું પ્રદૂષણ થતું અટકાવવું જરૂરી છે.

આ પણ વાંચો PSI Recruitment Controversy : 1200 પીએસઆઇની ભરતી પર રોક લગાવતી ગુજરાત હાઇકોર્ટ

સરકાર ગંભીર: આ સમગ્ર મામલે કોર્ટ એ જણાવ્યું હતું કે, આટલું ખરાબ અને દૂષિત પાણી ચલાવી લેવાય નહીં સરકાર ગંભીર બને અને આ મામલે પગલાં લે. આ સાથે જ કોર્ટે તમામ રિપોર્ટ રજૂ કરવા પણ આદેશ કર્યો હતો.

કોર્ટમાં રજૂ કરવામાં આવે: હાઈકોર્ટે મરોલી પિયત સહકારી મંડળીને સાબરમતી નદીનું પ્રદૂષિત પાણી ખેતી કે સિંચાઈ માટે નહીં વાપરી શકે તેવો નિર્દેશ પણ આપ્યો હતો.આ ઉપરાંત ટ્યુબવેલનું પાણી જો નિર્દેશ કરાયેલા માપદંડો પ્રમાણેનું હશે તો જ સિંચાઈ માટે વાપરી શકાશે તેમ પણ હાઈકોર્ટે નોંધ્યું છે. આ ઉપરાંત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને GPCB ને નિર્દેશ કર્યા હતા કે સુએજમાં ટ્રેડ એફ્લુએન્ટ ઠાલવતી ઈન્ડસ્ટ્રીઝનો ડેટા તાત્કાલિક એકઠો કરી કોર્ટમાં રજૂ કરવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.