ETV Bharat / state

Ahmedabad news: ટાટા મોટર્સના વેરહાઉસમાંથી 57 લાખના રિમોટની ચોરી કરનારા ઝડપાયા - Accused of theft in Sanand GIDC caught

સાણંદ જીઆઇડીસીમાં આવેલા ટાટા મોટર્સ પ્લાન્ટના વેરહાઉસમાંથી થયેલી 57 લાખથી વધુની કિંમતના રિમોટની ચોરી મામલે મોટો ખુલાસો થયો છે. જીઆઇડીસી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી છે. ચોરીમાં ગયેલા મુદ્દામાલને રિકવર કરવામાં આવ્યો છે.

accused-of-theft-in-sanand-gidc-caught
accused-of-theft-in-sanand-gidc-caught
author img

By

Published : Jan 30, 2023, 1:07 PM IST

અમદાવાદ: સાણંદ જીઆઇડીસીમાં આવેલા ટાટા મોટર્સ પ્લાન્ટના વેરહાઉસમાંથી થયેલી ચોરી મામલે પોલીસે ચોરને ઝડપી પાડ્યા છે. આ સમગ્ર મામલે સાણંદ જીઆઇડીસી પોલીસ માતા કે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં હજારોની સંખ્યામાં કાર કીના યુએઆઇડી એટલે કે રિમોટની ચોરી કરવામાં આવી હતી. જેમાં પોલીસે તપાસ કરતા પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

આરોપીઓની ધરપકડ: ટાટા મોટર્સ કંપનીના વેરહાઉસમાંથી રીમોટની ચોરી મામલે સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ગુનામાં સામેલ રાકેશ પંચાલ, હિંમત વણઝારા, પ્રદીપ ગોરડીયા, રાજેશ ઘોરડીયા અને કરશન પટેલ નામના આરોપીઓની ધરપકડ કરાઈ છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ તે જ વેરહાઉસમાં લેબર તરીકે કામ કરતા હતા.

પોલીસ તપાસ શરૂ: પકડાયેલા આરોપીઓમાંથી રાકેશ પંચાલ પ્રદીપ, ગોરડીયા અને રાજેશ ગોરડીયા કંપનીમાં મજૂરી કરતા હતા અને તેઓએ ચોરીના મુદ્દામાલને બજારમાં ઓછા ભાવે વેચવાના ઇરાદે આ ગુનાને અંજામ આપ્યો હતો. આ સમગ્ર મામલે હાલ તો સાણંદ જીઆઇડીસી પોલીસે પાંચે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો Junior Clerk Exam Paper Leak: ATSએ હૈદરાબાદથી કરી જીત નાયકની ધરપકડ, અમદાવાદ લવાયો

ચોરીને અંજામ: આ મામલે ચોરીમાં ગયેલ 4,395 જેટલા ચાવીના રીમોટ જેની કિંમત 57 લાખથી વધુ થાય છે તે કબજે કર્યા છે. મહત્વનું છે કે કંપની દ્વારા બનાવવામાં આવતી ચાવીના રીમોટનો ભાવ બજારમાં પાંચથી દસ હજાર હોય, તેવામાં આરોપીઓએ ઓછી કિંમતે આ રીમોટ વેચીને રાતોરાત લાખોપતિ બનવાનું સપનું જોયું હતું, પરંતુ હવે તેને જેલમાં જવાનો વારો આવ્યો છે. ચોરી કરવામાં આવેલા રિમોટને યુઆઇડી રીમોટ કહેવાય છે, જે કાર કંપની દ્વારા જ બનાવવામાં આવે છે અને તે ખોવાઈ જાય અથવા તો બગડી જાય તો કંપની પાસેથી જ નંબરના આધારે મોંઘી કિંમત એ ખરીદી શકાય છે. એ જ બાબતનો લાભ લઈને આરોપીઓએ આ ચોરીને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો Bhavnagar accident: મહુવાના ઉમણીયાવદર ગામે રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત, બે શિક્ષિકાના મોત

આરોપીઓની પૂછપરછ: આ અંગે સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પીઆઇ જે.આર ઝાલાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ મામલે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેઓના ગુનાહિત ઇતિહાસ અંગે અને અન્ય બાબતો પર પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.