ETV Bharat / state

Ahmedabad hit and run case: સોલામાં હિટ એન્ડ રન કેસમાં સામેલ આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં કરી ધરપકડ

સોલામાં હિટ એન્ડ રન કેસમાં સામેલ આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં કરી ધરપકડ કરી હતી. આ આરોપીને પકડવાના આદેશ પોલીસ કમિશનર દ્વારા મળતા જ અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી રાજસ્થાનના ડુંગરપુરમાંથી સત્યમ શર્માની ધરપકડ કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

accused-involved-in-the-hit-and-run-case-in-sola-was-arrested-by-the-crime-branch-in-a-matter-of-hours

author img

By

Published : Mar 5, 2023, 7:58 PM IST

હિટ એન્ડ રન કેસમાં સામેલ આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં કરી ધરપકડ

અમદાવાદ: અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા રેલવે બ્રિજ ઉપર BMW કાર ઓવર સ્પીડમાં ચલાવીને દંપતીને અડફેટે લેનાર કારચાલક અંતે ઝડપાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આરોપીને શોધવાનો આદેશ મળતાની સાથે જ ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનમાંથી કાર ચાલક સત્યમ શર્માની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી સત્યમ શર્મા પહેલી માર્ચના રોજ રાત્રિના સમયે પોતાના મિત્ર મહાવીર સાથે પોતાની BMW કાર લઈને નીકળ્યો હતો.

સોલામાં હિટ એન્ડ રન કેસ
સોલામાં હિટ એન્ડ રન કેસ

રાજસ્થાનના ડુંગરપુર ખાતે છુપાયો હતો: કારમાં બેસીને ઇંગલિશ દારૂ પીધો હતો અને દારૂ પીધા બાદ નશાની હાલતમાં કાર ચલાવીને રાત્રિના 09:45 વાગે આસપાસ સોલા રેલ્વે ઓવરબ્રિજ પરથી પસાર થયો હતો તે દરમિયાન ગાડીનો કાબૂ ગુમાવ્યો હતો અને બ્રિજ પર ચાલતા જઈ રહેલા દંપત્તિને ટક્કર મારી હતી. તે બાદ કેટલાક માણસોએ આરોપીની કારનો પીછો કરતા સોલા નીલગીરી એપાર્ટમેન્ટ નજીક અવરું જગ્યાએ કાર મૂકીને આરોપી ફરાર થઈ ગયો હતો અને રાજસ્થાનના ડુંગરપુર ખાતે રોકાયો હતો.

BMW કાર ઓવર સ્પીડમાં અકસ્માત
BMW કાર ઓવર સ્પીડમાં અકસ્માત

અકસ્માતની ઘટના: પહેલી ફેબ્રુઆરીએ રાતના પોણા દસ વાગે સોલામાં સીમ્સ હોસ્પિટલ રોડ પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં આરોપીએ પોતાના કબ્જાની BMW કાર પુરઝડપે બેદરકારી તેમજ ગફલતભરી રીતે ચલાવી બી.આર.પાર્ક પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં ચાલીને પસાર થતા અમીતભાઈ દેવકીનંદન સિંઘલ અને તેમની પત્નિ મેઘાબેનને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જે ઘટનામાં અમિત સિંઘલને જમણા પગે ઘુટીના ભાગે ફ્રેક્ચર તેમજ મેઘાબેનને ડાબા પગે ઘુટણના ભાગે ફ્રેક્ચર કરી અને થાપાના ભાગે ઈજાઓ પહોંચી હતી.

કાર ચાલક સામે ગુનો દાખલ: જે ઘટના બાદ કાર ચાલકે કાર લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જોકે અન્ય લોકોએ કાર ચાલકનો પીછો કરતા આરોપીએ સોલા ભાગવત પાસે કાર બિનવારસી મૂકીને ફરાર થઇ ગયો હતો. આ મામલે ફરિયાદીએ સારવાર લીધા બાદ ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાધા બાદ અંતે ટ્રાફીક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે એન ડિવિઝન ટ્રાફિક પોલીસે IPC ની કલમ 279, 337,338 તથા મોટર વિહિકલ એક્ટ 177, 184, 134 (બી) મુજબ કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.

આ પણ વાંચો Surat news: સુરત જિલ્લામાં ક્રિકેટ રમતી વેળાએ વધુ એક યુવકનું મોત

સોલા પોલીસે ગુનો દાખલ કર્યો: આ અકસ્માત સર્જનાર સત્યમ શર્મા હોવાનું સામે આવ્યું હતું, જેણે મોડી રાત્રે પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ પોસ્ટ કર્યો હતો જેમાં કારની સ્પીડ 167 કિલોમીટર પ્રતિ કલાક સુધી હોવાનું જોવા મળ્યું હતું. અકસ્માત બાદ આરોપી ફરાર થતા પોલીસે તપાસ કરતા આરોપીની ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી આ અંગે સોલા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

આ પણ વાંચો IAS Pradeep Sharma in land: કચ્છના પૂર્વ કલેકટર પ્રદીપ શર્માની જમીન ફાળવણીમાં ગેરરીતિ મામલે 3 દિવસના રિમાન્ડ મંજુર

ડુંગરપુરમાંથી સત્યમ શર્માની ધરપકડ: આ મામલે ઝડપાયેલો આરોપી સત્યમ શર્મા અગાઉ ડિસેમ્બર 2022 ના સમયગાળા દરમિયાન પાન પાર્લર ઉપર તોડફોડ કરવાના કેસમાં સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ઝડપાયો હતો. તેમજ 15 દિવસ પહેલા સોલામાં દારૂ પીવાના કેસમાં પકડાયો હતો. આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ એસ.જે જાડેજાએ જણાવ્યું હતું કે શહેર ક્રાઈમ બ્રાન્ચને આ આરોપીને પકડવાના આદેશ પોલીસ કમિશનર દ્વારા મળતા જ અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી રાજસ્થાનના ડુંગરપુરમાંથી સત્યમ શર્માની ધરપકડ કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.