ETV Bharat / state

ભાજપના MLA પર હુમલાના કેસમાં ફટકારેલી સજા સામે વેચત અને ભુપેન્દ્રસિંહ ખાંટની હાઈકોર્ટમાં અપીલ - મોતી વસાવા

અમદાવાદ: વર્ષ 2013માં વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન ભાજપના MLA મોતી વસાવા અને અન્ય લોકો પર હુમલો કરાવવાના કેસમાં મહીસાગર ડિસ્ટ્રિક્ટ કોર્ટે પિતા-પુત્ર વેચત અને ભુપેન્દ્રસિંહ ખાંટને ફટકારેલી ત્રણ વર્ષ સાદી કેદની સજાને પડકારતી અપીલ અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરી છે.

હાઈકોર્ટ
author img

By

Published : Nov 18, 2019, 10:37 PM IST

લુણાવડા સ્થિત મહિસાગર ડિસ્ટ્રીક્ટ કોર્ટે ગત 23 સપ્ટેમ્બરના રોજ ડેડિયાપાડાથી ભાજપના ધારાસભ્ય મોતી વસાવા અને અન્ય લોકો પર હૂમલા કરાવવાના કેસમાં સજા ફટકારી હતી. આ કેસમાં કુલ 14 આરોપીઓ પૈકી 11 આરોપીઓને ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક આરોપી કેસની ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામ્યો હતો. કોર્ટે બંને પિતા-પુત્ર વેચત અને ભુપેન્દ્રસિંહ ખાંટને દોષિત માનતાં 3 વર્ષ કેદની સજા ફટકારી હતી. કોર્ટે બંને આરોપીઓને અપીલ દાખલ કરવા માટે 60 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 2013માં પેટાચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન સરાસવા ચાર રસ્તા પાસે ભાજપના નેતા અને તેમના કાર્યકર્તાઓ પર આશરે 14 લોકો દ્વારા પાઈપ અને લાઠી વડે હૂમલો કર્યો હતો. ભાજપના કાર્યકર્તાઓની કારમાં પણ ભારે તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના મુદે IPCની કલમ 323 અને 427 મુજબ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ કરવામાં આવી હતી.

વર્ષ 2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોરવા હડફ બેઠકથી સવિતા ખાંટ અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા, જોકે પરિણામના થોડાક દિવસ બાદ તેમનું મૃત્યુ થયું હતું. વર્ષ 2017માં થયેલી વિધાનસભાની ચુંટણીમાં ભુપેન્દ્રસિંહ ખાંટે અપક્ષ ઉમેદવાર તરીકે વિજય મેળવ્યો હતો. ભુપેન્દ્રસિંહ ખાંટના જાતિના પ્રમાણપત્ર ખોટા હોવાનું સામે આવતા વિધાનસભાના સ્પીકરે તેમને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવ્યા હતા. ભુપેન્દ્રસિંહ ખાંટના પિતા વેચતભાઈ ખાંટ પંચમહાલ બેઠક પરથી 2019 લોકસભાની ચૂંટણી લડયા હતા, જોકે ભાજપના રતનસિંહ રાઠોડ સામે તેમનો પરાજય થયો હતો.

અમદાવાદથી આકિબ છીપાનો અહેવાલ

Intro:(NOTE- આ સ્ટોરી ભરત સરે સુધારી છે, અને સ્પેશિયલ સ્ટોરી છે, જેથી બાયલાઈન આપવીઃ ભરત પંચાલ)

અમદાવાદ- વર્ષ 2013માં વિધાનસભાની પેટા-ચૂંટણીના પ્રચારપ્રસાર દરમ્યાન ભાજપના MLA મોતી વસાવા અને અન્ય લોકો પર હૂમલો કરાવવાના કેસમાં મહિસાગર ડિસ્ટ્રિક્ટ કોર્ટે પિતા-પુત્ર વેચત અને ભુપેન્દ્રસિંહ ખાંટને ફટકારેલી ત્રણ વર્ષ સાદી કેદની સજાને પડકારતી અપીલ અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરી છે. Body:લુણાવડા સ્થિત મહિસાગર ડિસ્ટ્રીક્ટ કોર્ટે ગત 23 સપ્ટેમ્બરના રોજ ડેડિયાપાડાથી ભાજપના ધારાસભ્ય મોતી વસાવા અને અન્ય લોકો પર હૂમલા કરાવવાના કેસમાં સજા ફટકારી હતી. આ કેસમાં કુલ 14 આરોપીઓ પૈકી 11 આરોપીઓને ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક આરોપી કેસની ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામ્યો હતો. કોર્ટે બંને પિતા-પુત્ર વેચત અને ભુપેન્દ્રસિંહ ખાંટને દોષિત માનતાં 3 વર્ષ કેદની સજા ફટકારી હતી. કોર્ટે બંને આરોપીઓને અપીલ દાખલ કરવા માટે 60 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 2013માં પેટા-ચૂંટણીના પ્રચારપ્રસાર દરમ્યાન સરાસવા ચાર રસ્તા પાસે ભાજપના નેતા અને તેમના કાર્યકર્તાઓ પર આશરે 14 લોકો દ્વારા પાઈપ અને લાઠી વડે હૂમલો કર્યો હતો. ભાજપના કાર્યકર્તાઓની કારમાં પણ ભારે તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના મુદે આઈપીસીની કલમ 323 અને 427 મુજબ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ કરવામાં આવી હતી.Conclusion:વર્ષ 2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોરવાહડફ બેઠકથી સવિતા ખાંટ અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા, જોકે પરિણામના થોડાક દિવસ બાદ તેમનું મૃત્યુ થયું હતું. વર્ષ 2017માં થયેલી વિધાનસભાની ચુંટણીમાં ભુપેન્દ્રસિંહ ખાંટે અપક્ષ ઉમેદવાર તરીકે વિજય મેળવ્યો હતો. ભુપેન્દ્રસિંહ ખાંટના જાતિના પ્રમાણપત્ર ખોટા હોવાનું સામે આવતાં વિધાનસભાના સ્પીકરે તેમને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવ્યા હતા. ભુપેન્દ્રસિંહ ખાંટના પિતા વેચતભાઈ ખાંટ પંચમહાલ બેઠક પરથી 2019 લોકસભાની ચૂંટણી લડયા હતા, જોકે ભાજપના રતનસિંહ રાઠોડ સામે તેમનો પરાજય થયો હતો.

અમદાવાદથી આકિબ છીપાનો અહેવાલ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.