ETV Bharat / state

Accident on Bagodara Highway: અમદાવાદ અરણેજ હાઈવે પર ગમખ્વાર અકસ્માત 3ના મોત, 11 ઈજાગ્રસ્ત

બગોદરા અરણેજ હાઇવે પર આજે બુધવારે વહેલી સવારે અકસ્માત (Accident on Bagodara Highway) સર્જાયો છે. આ અકસ્માતમાં 3ના મોત થયા અને 11 ઈજાગ્રસ્ત થયા છે. હાઈવે પર ટ્રકની પાછળ તુફાન ગાડી ઘૂસી જતાં અકસ્માત થયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લવાયા છે.

Accident on Bagodara Highway: અમદાવાદ અરણેજ હાઈવે પર ગમખ્વાર અકસ્માત 3ના મોત, 11 ઈજાગ્રસ્ત
Accident on Bagodara Highway: અમદાવાદ અરણેજ હાઈવે પર ગમખ્વાર અકસ્માત 3ના મોત, 11 ઈજાગ્રસ્ત
author img

By

Published : Dec 29, 2021, 5:11 PM IST

અમદાવાદઃ બગોદરા-અમદાવાદ અરણેજ હાઈવે પર ગમખ્વાર અકસ્માત (Accident on Bagodara Highway)સર્જાયો છે. જેમાં ટ્રકની પાછળ તુફાન ગાડી ઘૂસી ગઈ હતી. આ તુફાનમાં રાજકોટની અલગઅલગ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હોવાની માહિતી મળી છે. તે રાજકોટથી વાપી રાજ્યકક્ષાની અંડર-19 જૂડો સ્પર્ધામાં ભાગ લેવા ગયા હતા. અકસ્માતનો બનાવ બનતા બગોદરા પોલીસ અને 108 ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટના જેમાં 3 લોકોના મોત થયા છે, અને 11 ઈજાગ્રસ્તોને બગોદરાના આરોગ્ય કેન્દ્રમાં (Bagodra Health Center)સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લવાયા છે.

મૃતકના નામ

  1. વિશાલભાઈ મુકેશભાઈ ઝરીયા
  2. હર્ષલભાઈ ભાર્ગવભાઈ પઢીયાર
  3. ઇશીતા બહેન ધોળકીયા

ઇજાગ્રસ્તોના નામ

  1. અવનીબહેન અશોકભાઈ ડોડીયા ઉવ.16
  2. ક્રીષ્નાબહેન કલ્પાભાઈ બારોટ ઉવ.16
  3. એકતાબહેન નિલેશભાઈ લીંબાચીયા ઉવ.17
  4. એક અજાણ્યો માણસ ઉ.વ.25
  5. હીરલબહેન મગનભાઈ નંદવાણા ઉવ.18
  6. ધનવાનભાઈ મનીષકુમાર ગઢીયા ઉ.વ.40
  7. નિલમબહેન ચૌહાણ ઉ.વ.23
  8. વ્રજભુષણ રામનાથ રાજપુત ઉ.વ.35
  9. અતુલભાઈ રામજીભાઈ ભડેલીયા ઉ.વ.49
  10. રાજીવભાઇ મધુભાઇ ચૌહાણ ઉ.વ.36
  11. કરણભાઈ જયેન્દ્રભાઈ ઝારસાણીયા ઉ.વ.17 તમામ રહે.રાજકોટ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મૃતકોને ચાર લાખની સહાય

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અરણેજ બગોદરા ધોરીમાર્ગ પર આજે વહેલી સવારે તૂફાન જીપકાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ૩ વ્યક્તિઓને પ્રત્યેકને રૂપિયા 4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.

ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય

ભૂપેન્દ્ર પટેલે આ માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા વ્યક્તિઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં મૃતકોના આત્માની શાંતિની પ્રાર્થના પણ કરી છે. મુખ્યપ્રધાને એવો નિર્ણય પણ કર્યો છે કે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને વ્યક્તિ દીઠ રૂ. 50 હજારની સહાય અપાશે. આ સહાય મુખ્યપ્રધાન રાહતનિધિમાંથી આપવામાં આવશે.

રાજકોટથી અંડર-19 જૂડો સ્પર્ધામાં ભાગ લેવા ગયા હતા

અકસ્માતનો ભોગ બનેલા અને ઇજાગ્રસ્ત થયેલાઓ વાપી ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની અંડર-19 જૂડો સ્પર્ધામાં ભાગ લઇ પરત ફરી રહ્યા હતા ત્યારે અરણેજ બગોદરા માર્ગ પર આ કમનસીબ દુર્ઘટના બુધવારે સવારે સર્જાઇ હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને આ ઘટનાની જાણ થતાં જ તેમણે અમદાવાદ જિલ્લા કલેકટર, એસ.પી અને આરોગ્યના અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત વ્યક્તિઓની સારવારનો પ્રબંધ કરવા સૂચના આપી હતી. આ અકસ્માતમાં ઈજા પામેલા વ્યક્તિઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Child Vaccination In Bhavnagar: 15 વર્ષ ઉપરના બાળકોના વેક્સિનેશન માટે જાણો શું છે ભાવનગર મહાનગરપાલિકાની તૈયારી

આ પણ વાંચોઃ Twinkle Khanna Birthday : અક્ષય કુમારે પત્ની ટ્વિંકલ ખન્નાને આ રીતે જન્મદિવસની પાઠવી શુભેચ્છા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.