ETV Bharat / state

BRTS કોરિડોરમાં અકસ્માત, ખાનગી વાહનચાલકે મહિલાને હડફેટે લીધી - બીઆરટીએસ કોરીડોરની અંદર ગાય

અમદાવાદ બીઆરટીએસ કોરિડોરમાં આજ સવારે ખાનગી વાહનચાલકે એક મહિલાને હડફેટમાં (Accident in BRTS Corridor in Ahmedabad ) લેતા સામાન્ય ઇજા પહોંચી હતી. બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનોને પ્રવેશબંધી હોવા છતાં પૂરઝડપે ખાનગી વાહનો અવરજવર (Private vehicles in Ahmedabad Janmarg ) કરી રહ્યા છે અને ગાયો (Cow in BRTS Lane ) પણ જોવા મળે છે.

BRTS કોરિડોરમાં અકસ્માત, ખાનગી વાહનચાલકે મહિલાને હડફેટે લીધી

author img

By

Published : Dec 20, 2022, 4:05 PM IST

મહિલાને સામાન્ય ઇજા પહોંચી હતી

અમદાવાદ શહેરમાં સૌથી ઝડપી પરિવહન સેવા કહેવાતી અમદાવાદ બીઆરટીએસ કોરીડોર મુખ્ય માર્ગની વચ્ચેથી પસાર થાય છે. આ કોરીડોરમાં ખાનગી વાહનો માટે પ્રવેશબંધી (Private vehicles in Ahmedabad Janmarg ) છે. પરંતુ આ નિયમનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવા છતાં તંત્ર દ્વારા કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી તે સૌથી મોટો સવાલ છે. અગાઉ પણ આ રોડ પર અકસ્માત (Accident in BRTS Corridor in Ahmedabad ) સર્જાયા છે અને અનેક લોકોના જીવ પણ ગુમાવવો પડ્યો છે. BRTS કોરિડોરમાં અકસ્માતની ઘટનાઓ અનેકવાર બની હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.

આ પણ વાંચો અમદાવદમાં વધુ એક બીઆરટીએસ બસ અકસ્માત, બે પેસેન્જરને સામાન્ય ઇજા

વધુ એક સર્જાયો અકસ્માત આજ સવારે અમદાવાદના સીટીએમ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે ન્યૂ મણીનગરમાં રહેતા મહિલા સીટીએમથી કૃષ્ણનગર જવા માટે બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં જઈ રહ્યા હતાં. ત્યારે ખાનગી વાહનચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત (Accident in BRTS Corridor in Ahmedabad )થયાં હતાં. પરંતુ સવાલ એ છે કે આ અમદાવાદ બીઆરટીએસ કોરીડોર પર ખાનગી વાહનોને પ્રવેશબંધી (Private vehicles in Ahmedabad Janmarg ) હોવા છતાં પણ પૂરઝડપે વાહનચાલકો પસાર થઈ રહ્યા છે પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.

આ પણ વાંચો અમદાવાદઃ સ્માર્ટ BRTS સ્ટોપની વાતો ફક્ત ચોપડા પર...

ખાનગી વાહનોને પ્રવેશબંધી નિષ્ફળ કેમ બીઆરટીએસ કોરિડોરમાં જનમાર્ગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે જ બીઆરટીએસ કોરિડોરમાં સેન્સરવાળા દરવાજા લગાવવામાં આવ્યા છે. જેથી બસ આવે ત્યારે ઓટોમેટિક દરવાજા ખુલી જાય છે. બસ ગયા પછી પણ તે દરવાજા ઓટોમેટીક બંધ થઈ જાય છે. પરંતુ અનેક બીઆરટીએસ સ્ટેશન પાસે આ દરવાજા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. જેના કારણે ખાનગી વાહનો પણ આ બીઆરટીએસ કોરીડોરમાં પ્રવેશ (Private vehicles in Ahmedabad Janmarg ) મેળવી રહ્યા છે.

રસ્તા બાદ હવે બીઆરટીએસ કોરીડોરમાં પણ ગાય અમદાવાદ શહેરમાં ઘણા સમયથી સૌથી મોટી સમસ્યા ગાયની જોવા મળેલી છે. અનેક લોકોને ગાય હડફેટે લે છે. ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ કોર્પોરેશન દ્વારા ગાયને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ હાલમાં પણ અનેક રસ્તા ઉપર ગાયો જોવા મળી રહે છે. બીઆરટીએસ કોરીડોરની અંદર ગાય (Cow in BRTS Lane ) પણ જોવા મળી રહી છે. તેથી ગાય પકડવાની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.