ETV Bharat / state

ધંધૂકા બરવાડા હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત, 1 મહિલાનું ઘટનાસ્થળે મોત - ધંધૂકા બાવળા હાઈવે

શનિવારે વહેલી સવારે ધંધૂકા બરવાળા હાઈવેના ખાનગી પેટ્રોલ પંપ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલાનું તો ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે 3 વ્યક્તિને ઈજાગ્રસ્ત થતા તેમને સારવારઅર્થે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં હતાં.

ધંધૂકા બરવાડા હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત, 1 મહિલાનું ઘટનાસ્થળે મોત

author img

By

Published : Feb 6, 2021, 8:49 PM IST

  • ધંધૂકા બરવાળા હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત
  • અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે મોત થયું
  • ઈજાગ્રસ્ત ત્રણ વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
ખાનગી પેટ્રોલ પંપ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો

અમદાવાદઃ ધંધૂકા હાઈવેના ખાનગી પેટ્રોલપંપ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ તમામ વ્યક્તિઓ સાળંગપુર હનુમાનજી મંદિર દર્શન કરી અમદાવાદ પરત આવી રહ્યા હતા. જોકે, અકસ્માત સર્જાતા 108 ઈમરજન્સીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. ઈજાગ્રસ્તોને શરીરે ફ્રેક્ચર થતાં તેમને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે ધંધૂકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતમાં એક વ્યક્તિએ પત્ની અને બે પુત્રોએ માતા ગુમાવી

અકસ્માતમાં મનીષાબેન શાહ (ઉ.વ. 48)નું મૃત્યું નીપજ્યું હતું. જ્યારે ધનેશ મનુભાઈ શાહ (ઉ.વ. 50), ઋષભ ધનેશભાઈ શાહ (ઉ.વ.19) અને સ્મિત ધનેશભાઈ શાહ (ઉ.વ. 16) ઈજાગ્રસ્ત થયા હતા. ધંધૂકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ધનેશ શાહ પરિવાર સાથે સાળંગપુરથી આવતા હતા તે દરમિયાન અમદાવાદમાં તેમને અકસ્માત નડ્યો હતો. ધંધૂકા તરફથી આવતી કારે અચાનક જ ટક્કર મારતા તેમની કારને ખૂબ જ નુકસાન થયું હતું. જ્યારે એક મહિલાએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.