- ધંધુકા બગોદરા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત
- અકસ્માતમાં કાર ચાલકનું મોત 3 ઇજાગ્રસ્ત
- ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા
અમદાવાદઃ ધંધુકા બગોદરા હાઈવેના હરીપુરા ગામના પાટીયા પાસે ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતા કાર ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું અન્ય 3 વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા ધંધુકાની RMO હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ધંધુકા બગોદરા હાઈવે નજીક સર્જાયો અકસ્માત
અકસ્માત ઘટના અંગેની ધંધુકા તથા ફેદરા 108ને જાણ થતાં બંને 108 ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાર બાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધંધુકાની RMO હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ડૉક્ટર પરિવારના 3 સભ્યોને ગંભીર ઇજાઓ થઇ હોવાના કારણે વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 108ના કર્મચારીઓએ મૃતક કારચાલક તેમજ ઇજાગ્રસ્તો પાસેથી મળેલી વસ્તુઓ ડૉક્ટરને સુપરત કર અકસ્માત ઘટના સ્થળે સૌથી પ્રથમ પહોંચેલી ધંધુકા- ફેદરા 108 ના કર્મચારીઓ એ મૃતક કારચાલક તેમજ ડૉક્ટર પરિવાર પાસેથી મળી આવેલા 2 સોનાની બંગડીઓ, સોનાની ચેન, બે વીટી, ઝાંઝર, વિવિધ બેંકોના ATM કાર્ડ તેમજ 490 રૂપિયા રોકડા ડૉક્ટરને જમા કરાવ્યા હતા. ધંધુકા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત ઘટના અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આ ડૉક્ટર પરિવાર જલગાંવ મહારાષ્ટ્ર ન હોવાનું જાણવા મળ્યું હતુ.
ઇજાગ્રસ્તોના નામ
(1) ડૉક્ટર-અજયભાઈ સુરેશભાઈ ચૌધરી
(2) કંચનબેન અજયભાઈ ચૌધરી ઉંમર
(3) નીતીશ અજયભાઈ ચૌધરી
અકસ્માત ઘટનામાં મૃત્યુ પામેલા કારચાલકનું પોસ્ટમોર્ટમ ધંધુકાની રેફરલ હોસ્પિટલ ખાતે કરવામાં આવશે. કારચાલક જલગાવ મહારાષ્ટ્રનો હોવાથી પરિવારને ધંધુકા પહોંચતા વારલાગશે. જેથી પરિવાર આવ્યા બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, અકસ્માત ઘટના સંદર્ભે ધંધુકા પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.