મળતી વિગત મુજબ, ફરિયાદીના સંબંધી વિરુદ્ધ 2019માં માલપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયો હતો. તે સમયે માલપુર પોલીસ સ્ટેશનમાં PSI તરીકે કેતન બ્રહ્મભટ્ટ ફરજ બજાવતા હતા. તે વખતે ફરિયાદીના સંબંધીના ગુનામાં રાહત આપવા તથા હળવા કેસ કાગડો કરવા માટે PSIએ 3 લાખની લાંચની માંગણી કરી હતી. જેમાંથી 2 લાખ જે તે સમય દરમિયાન જ આપી દીધા હતા અને 1 લાખ આપવાના બાકી હતા. તે પૈસા લેવા PSI વારંવાર ફોન કરતા હતા. જેમાંથી અંતે 45 હજાર આપવાના નક્કી કર્યા હતા. જે પૈકીના 25 હજાર અગાઉ આપી દીધા હતા. જ્યારે 20 હજાર આપવાના બાકી હતા. જે ફરિયાદીને આપવા નહોતા માટે ACBનો સંપર્ક કર્યો હતો.
ACBએ આ અંગે છટકું ગોઠવ્યું હતું અને આરોપીને લાંચ લેતા ઝડપી લેવાની તૈયારી કરી હતી. પરંતુ આરોપી PSIએ લાંચના નાણાં લઈ લીધા હતા અને ACBના છટકાની શંકા જતા પોતાની ગાડી લઈને નાસી ગયા હતા. આ અંગે ACBએ ગુનો નોંધ્યો હતો. ACBએ ફરાર PSIને શોધવા તેમના મિત્રો તથા સબંધીઓના ઘરે પણ તપાસ કરી હતી. સંભવિત તમામ જગ્યાએ PSIને શોધવાના પ્રયાસો કર્યા હતા. હજુ પણ ACB ફરાર PSIની શોધખોળ કરી રહી છે.