બનાસકાંઠા યાત્રાધામ અંબાજીમાં 5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી છ દિવસ મહામેળો( Ambaji fair 2022)ચાલશે. આ મેળામાં આવતા લાખો પદયાત્રીઓને શાંતી અને સરળતાથી દર્શનનો લાભ મળી શકે તે માટે મેળાના આ છ દિવસ માટે દર્શન આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. તમામ લોકોને દર્શનનો લાભ મળી રહે તેમાટે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવનાર હોવાથી( Aarti timings changed in Ambaji temple )તમામને દર્શનનો લાભ મળી રહે તેમાટે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.
અંબાજીમાં આરતીનો સમય યાત્રાધામ અંબાજીમાં (Ambaji temple )આરતી સવારે 07.30 કલાકે થતી હતી તેનાં બદલે મેળાના છ દિવસ સવારની આરતી 05.00 થી 05.30 સુધી થશે. બપોરે દર્શન 12.30 થી સાંજ નાં 05.00 કલાક સુધી ખુલ્લા રહેશે. સવારે દર્શન 05.30 થી 11.30 કલાક સુધી જ્યારે બપોરે દર્શન 12.30 થી સાંજના 05.00 કલાક સુધી ખુલ્લા રહેશે. સાંજની આરતી 07.00 થી 07.30 સુધી અને રાત્રીના દર્શન સાંજે 07.30 થી રાતનાં 09.00 ના બદલે મોડી રાત્રીના 12.00 કલાક સુધી મંદિર ખુલ્લા રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો છે.
યાત્રિકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર શક્તિપીઠ અંબાજીમાં અંબાજી મંદિરને અદભુત લાઈટ ડેકોરેશનથી શણગારી અંબાજી મંદિર ટ્રસ્ટે ભાદરવીપૂનમ મેળાનું એક અનોખું આયોજન ઉભું કર્યું છે. હાલ અંબાજી મંદિર દિવાળી પર્વ ની જેમ લાઈટ ડેકોરેશનથી જળહળી રહ્યું છે, જે યાત્રિકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જ્યાં અગાઉ કલકત્તાના કારીગરોને બોલાવાતા હતા,પરંતુ આ વખતે આપણા ગરવી ગુજરાતના જ કારીગરો દ્વારા અંબાજી મંદિરને વિભિન્ન પ્રકારની રંગબેરંગી લાઈટિંગથી શણગાર કરવામાં આવેલ છે.