અમદાવાદ: થોડાક દિવસો પહેલા ગુજરાતમાં ડમી વિદ્યાર્થીઓનો મામલો સામે આવ્યો હતો. આમ આદમી પાર્ટીએ આજે ફરી એકવાર વધુ એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં એલન, આકાશ અને બોથરા ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્ટ્રીગ ઓપરેશનનો વીડિયો ઉતારી શાળામાં ખોટા એડમિશન કરાવી ઇન્સ્ટિટ્યૂટમાં ભણાવવામાં આવી રહ્યા છે. તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેમાં સ્કૂલ તેમજ ઇન્સ્ટિટયૂટ વચ્ચે કેવા પ્રકારની મિલીભગત ચાલી રહી છે. તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, પંરતુ હકીકત આની પાછળ શુ છે. તે હજુ બહાર આવ્યુ નથી.
" આમ આદમી પાર્ટીએ શિક્ષણ બાબતે અમદાવાદ ચાલતી આકાશ, એલન અને બોથરા ઇન્સ્ટિટ્યૂટનું સ્ટ્રીગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ મોટું કૌભાંડ ચાલી રહ્યું હોય તે સામે આવ્યું છે. જેના વીડિયો પણ આમ આદમી પાર્ટી પાસે છે. અમદાવાદ શહેરમાં ડમી સ્કૂલો ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. જેને લઈને આકાશ, એલન અને બોથરા ક્લાસીસમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું.-- વિક્રમ દવે (આમ આદમી પ્રવક્તા)
3 લાખ ફી વસુલવામાં આવી: વધુમાં તેમને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ધોરણ 12નું પરિણામ ખૂબ ઓછું આવ્યું છે. રાજ્યમાં ડમી સ્કૂલનો વેપલો ચાલી રહ્યો છે. આ જ સ્કૂલના કારણે પરિણામમાં પણ અસર જોવા મળી રહી છે. એલન સહિતના ક્લાસીસમાં કોઈપણ પ્રકારનું લાઇસન્સ પણ નથી. પોતાની સ્કૂલ ગણાવે છે અને તે જ ઇન્સ્ટિટ્યૂટ 3 લાખ જેટલી ફી વસુલે છે. જે વાલીઓ આવી મોટી ફી આપી શકતા ના હોય તે વાલી પાસે બજાજ ફાઇનાન્સ કે અન્ય ફાઇનાન્સ કંપની પણ તેમના ઇન્સ્ટિટયૂટમાં રાખવામાં આવે છે. જ્યાંથી તે ફાઇનાન્સિયલ સપોર્ટ મળી શકે છે.
શાળામાં જવાની જરૂર નથી: આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા સ્ટ્રીગ ઓપરેશનમાં એક વીડિયોમાં એવું પણ સ્પષ્ટ સામે આવે છે કે, તમે એડમિશન લઈ લો એટલે હું તમને બધી જ માહિતી આપી દઈશ. દરરોજ શાળાએ જવાની જરૂર નથી. અઠવાડિયે કે પંદર દિવસે એક જ દિવસ સ્કૂલ જવાની જરૂર છે. આ ઉપરાંત સ્કૂલની જે 25 હજારથી હોય તે અને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. બાકી તમામ કોચિંગ ક્લાસ તમારે અહીંયા જ કરવાના રહેશે. વધુ આ વીડિયોમાં એ પણ માહિતી મળી રહી છે કે જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેવા માંગતા હોય તેની પણ સગવડ પૂરી કરી આપવામાં આવે છે. આ ઉપરાંત ધોરણ 12 પછી જે પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તે માટે પણ અલગ વ્યવસ્થા આ ઇન્સ્ટિટ્યૂટમાં કરી આપવામાં આવે છે.
Etvએ હકીકત જાણવાનો કર્યો પ્રયાસ: Etv ભારત જયારે એલન ઇન્સ્ટિટ્યૂટમાં જઈ હકીકત શુ છે. તે જાણવાનો પ્રાયસ કર્યો હતો, પંરતુ તેના કોઈપણ જવાબદાર અધિકારી આ મુદ્દે બોલવા તૈયાર ન હતા. આ વીડિયોને ખોટો ગણાવી રહ્યા હતા, પરંતુ જ્યારે વધુ તપાસ હાથ ધરી તો વીડિયોમાં જે મહિલા બોલી રહી છે. તે એલન ઇન્સ્ટિટયૂટની જ જોવા મળી હતી. .જયારે બોથરા ઇન્સ્ટિટ્યૂટ હકીકતની તપાસ માટે ગયા તો ત્યાં પણ કોઈ વ્યક્તિ બોલવા તૈયાર નહોતા. પરંતુ તે વિડિયો જે જગ્યા ઉપર બેસીને જ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. તે જગ્યા સ્પષ્ટ પણે જોવા મળી રહી હતી .પરંતુ આ મુદ્દે કોઈપણ જવાબદાર અધિકારી હાજર જ ન હતા. ફોન દ્વારા પણ તપાસ કરવામાં આવી તેમ છતાં કોઈપણ પ્રકારનો ફોનનો જવાબ પણ મળ્યો ન હતો. આ બન્ને ઇન્સ્ટિટ્યૂટમાંથી તપાસ કરવામાં આવી છતાં એક પણ ઇન્સ્ટિટ્યૂટ સામેથી વ્યવસ્થિત જવાબ ન મળતા સ્પષ્ટ થાય છે. ક્યાંક ને ક્યાંક આજે વિડિયો વાયરલ કરવામાં આવ્યા છે. તે આ ઇન્સ્ટિટ્યૂટ સામે સવાલ પણ ઊભા થઈ રહ્યા છે.