અમદાવાદ ગુજરાત વિધાનસભાની ફેઝ 1 (Gujarat Assembly Election 2022 )ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. હવે તમામ રાજકીય પાર્ટી દ્વારા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ચૂંટણીનો ( Second Phase Election 2022 )પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party ) એક બાજુ અને જંગી સભા યોજી રહી છે. બીજી બાજુ પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન Bhagwant Maan ) પોતાની સરકાર બનેલા 8 મહિનામાં જે વચનો પૂરા કર્યા છે. તે ગુજરાતની જનતા સામે પંજાબમાં રોજગારી આપ્યાના પુરાવા રજૂ કરી રહી છે.
પંજાબમાં 8 મહિનામાં 20,774 સરકારી નોકરી આપી પંજાબના મુખ્યપ્રધાન ભગવત માને ( Bhagwant Maan ) જણાવ્યું હતું કે અમે માત્ર હવામાં વાતો કરતા નથી. પરંતુ આમ આદમી પાર્ટીના કામો બોલે છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને સરકારે 8 વર્ષમાં 12 લાખથી વધુ લોકોને સરકારી નોકરી આપી છે. પંજાબમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બને 8 મહિના જેટલો સમયગાળો થયો છે. અત્યાર સુધી 20,774 સરકારી નોકરીઓ ( Aam Aadmi Party Punjab Job Data ) આપી છે. આગામી સમયમાં હજુ પણ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવશે.
શાળામાં 5233 શિક્ષકની ભરતી કરી ભગવંત માને ( Bhagwant Maan ) જણાવ્યું હતું કે છેલ્લા 8 મહિનામાં 20,776 લોકોને સરકારી નોકરી આપી છે. જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરમાં 119, ડેરી ડેવલોપમેન્ટ એન્ડ ફ્રીશ્રસમાં 104, ડિપાર્ટમેન્ટ ઓફ કોર્પોરેશનમાં 207, ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર 607, ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ એન્ડ જસ્ટીસમાં 4852, ડિપાર્ટમેન્ટ ઓફ લેબર 3,780, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ 119, ડિપાર્ટમેન્ટ ઓફ લોકલ ગવર્મેન્ટ 3780, ડિપાર્ટમેન્ટ ઓફ મેડિકલ એજ્યુકેશન રિસર્ચ 929, ડિપાર્ટમેન્ટ ઓફ પાવર 1101, ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક વર્કર્સ 178, ડિપાર્ટ ઓફ મેનેજમેન્ટ 1069, ડિપાર્ટમેન્ટ ઓફ ડેવલપમેન્ટ એન્ડ પંચાયત 52, ડિપાર્ટમેન્ટ ઓફ સ્કુલ એજ્યુકેશન 5233 એમ મળીને કુલ 20,776 જેટલા લોકોને છેલ્લા આઠ મહિનાની અંદર સરકારી ભરતી ( Aam Aadmi Party Punjab Job Data ) કરવામાં આવી છે.
ભાજપ ખોટા વચનો આપે છે ભાજપ પર પ્રહાર કરતાં ( Bhagwant Maan ) જણાવ્યું હતું કે ભાજપની જેમ આમ આદમી પાર્ટી 15 લાખ રૂપિયા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવાના ખોટા વચનો આપતી નથી. અમે વચન આપીએ છીએ અને તે પુરા પણ કરીએ છીએ.અમે યુવાનોને રોજગાર આપીએ છીએ. અમે પંજાબમાં 61 લાખ લોકોને મફત વીજળી આપી છે ભાજપ (Gujarat Assembly Election 2022 ) માત્ર ઝૂમલા જ આપે છે.
ઓછું મતદાન થતાં ભાજપને નુકશાન 1 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગત ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) કરતાં ઓછું મતદાન જોવા મળ્યું હતું. જેને પગલે ભગવંત માનેે ( Bhagwant Maan ) જણાવ્યું હતું કે પહેલા ભાજપના કાર્યકર્તા લોકોને ઘરે જઈને લોકોને મતદાન મથકે લઈ જતા હતાં. પરંતુ આ વખતે તેમના કાર્યકર્તાઓ એટલા ઉત્સાહિત જોવા મળતા ન હતાં. ઓછું મતદાન થવાથી ભાજપને જ નુકસાન થશે. સાથે ગુજરાતનો ફેઝ 1ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ કરતા એકદમ આગળ છે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.