અમદાવાદ આમ આદમી પાર્ટીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા (Manish Sisodia) બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જેમાં તેમણે ગુજરાતના શિક્ષણને લઈને મોટી જાહેરાત આજે કરી હતી. આમ આદમી પાર્ટીની સરકાર બનતા જ ગુજરાતના આઠ મહાનગરપાલિકમાં 4 કિલોમીટરની અંતરે એક શાનદાર સરકારી શાળા બનાવવામાં આવશે તેવી જાહેરાત મનીષ સિસોદિયાએ કરી છે.
નવી શાળાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે જેમ જેમ નજીક આવી જ રહી છે તેમ રાજકીય પાર્ટીના નેતાઓના પણ ગુજરાતના પ્રવાસ વધી રહ્યા છે. દિલ્હી આમ આદમી પાર્ટીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા (Manish Sisodia) બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે પ્રથમ દિવસે અમદાવાદમાં આવીને ગુજરાતના શિક્ષણને લઈને સરકાર પર આકરા પ્રહાર તેમજ ગુજરાતમાં નવી શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
શાળાઓની હાલત ખરાબ આમ આદમી પાર્ટીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા એ જણાવ્યું હતું કે અત્યાર સુધી ગુજરાતના ગામડાઓનો પ્રવાસ કર્યો છે. વાલી, શિક્ષકો, વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી છે. ગુજરાતી જનતા દિલ્હી જેવી શાનદાર શાળાઓ માંગી રહી છે. પરંતુ ગુજરાતમાં શાળાની હાલત ખૂબ જ ખરાબ છે. જેના કારણે વાલીઓ પણ ખૂબ નારાજ છે. બીજી બાજુ પ્રાઇવેટ શાળાઓ લૂંટ ચલાવી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતા જ પાંચ વર્ષમાં તમામ શાળાઓની શાનદાર બનાવવામાં આવશે. તેમજ પ્રાઇવેટ શાળાઓ જે ફી વધારી રહી છે, તે પણ ઘટાડવામાં આવશે.
શાળાઓમાં શિક્ષકોની અછત 18 હજાર શાળા બેસવા રૂમ નથી. વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં 44 લાખ જેટલા બાળકો પ્રાઇવેટ શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે 53 લાખ બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. બીજી બાજુ પ્રાઇવેટ શાળાઓ પોતાને મન ફાવે તેમ ફી વધારી રહી છે. ગુજરાતની સરકારી શાળાઓની વાત કરવામાં આવે તો કુલ 48 હજાર શાળાઓમાંથી 32 હજાર શાળાઓની હાલત ખૂબ જ ખરાબ છે. જેમાં 18 હજાર જેટલી શાળાઓમાં બાળકોને અભ્યાસ કરવા બેસવા માટે રૂમ પર નથી. જ્યારે અન્ય ઘણી શાળાઓમાં શિક્ષકોની અછત જોવા મળી રહી છે.
શિક્ષકોની ભરતી કરાશે મહાનગર પાલિકામાં શાનદાર શાળા બનાવશે. મનીષ સિસોદિયા જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતા જ નવેમ્બર સુધીમાં ગુજરાતની તમામ શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે. સાથે જ ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ, અને ગાંધીનગર જે મહાનગરપાલિકામાં દર ચાર કિલોમીટરના અંતરે એક શાનદાર સરકારી શાળાઓ ઉભી કરવામાં આવશે. આ તમામ શાળા સરકાર બન્યા એક વર્ષમાં તૈયાર કરવામાં આવશે.
ભાજપે મારો સંપર્ક કર્યો SBIઅને EDની રેડ પર જણાવ્યું હતું કે હું જેલમાં જવા તૈયાર છું. ગુજરાતમાં શાનદાર શાળાઓ બનાવીને જ રહેશુ. ED અને SBI મને શાનદાર શાળાઓ બનાવતા રોકી શકશે. ભાજપને મારી સાથે સંપર્ક કર્યો હતો, પણ હું ભગતસિંહ, મહાત્મા ગાંધીનો ફોલોવર્સ છુ. આપણા દેશમાં તેમના જેવું મહાન કોઈ બની શકે નહિ. મારું કામ માત્રને માત્ર દેશમાંના શિક્ષણમાં સુધારા લાવવાનું છે. આ કામ કરતા મને ED,SBI કોઈ પણ રોકી શકશે નહીં.