અરજદાર દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટને અગાઉ જસ્ટીસ સોનિયા ગોકાણીએ સાંભળવાનો ઈન્કાર કરતા અરજી જસ્ટીસ જી.આર. ઉદ્ધવાની કોર્ટમાં મૂકવામાં આવી હતી. અગામી 28મી ઓગ્સ્ટના રોજ આ મામલે વધુ સુનાવણીની શક્યતા વ્યકત કરવામાં આવી છે. વર્ષ 1998માં સાબરમતી આશ્રમ ગૈશાળા ટ્રસ્ટ દ્વારા વિવાદાસ્પદ જમીનનો કબ્જો મેળવવા અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં રિટ દાખલ કરી હતી. જેમાં આશરે 21 વર્ષ બાદ ફેબ્રુઆરી 2019માં ચંપલ બનાવનાર કારીગરના વંશજો વિરૂધ ચુકાદો આવ્યો હતો. જેને પડકારતી રિટ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે..
અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચંપલ બનાવનાર કારીગરના વંશજ વિવાદાસ્પદ જગ્યા પર ક્યારે રહેવા આવ્યા અને ગાંધીજી દ્વારા તેમને ક્યારે અહીં રહેવા જગ્યા ફાળવવામાં આવી હતી. એ મુદ્દે યોગ્ય ખુલાસો આપી શક્યા ન હતા. તેમણે કોઈ ભાડું ચુકવ્યું છે કે કે નહીં તે મુદ્દે પણ ખુલાસો કરી શક્યા ન હતાં.
ઉલ્લેખનીય છે કે, 1969માં ચંપલ બનાવવાનું કામ બંધ થઈ ગયું હતું અને વર્ષો બાદ 1997માં ટ્રસ્ટે જમીન ખાલી કરાવવા બાબતે પરિવારજનોને નોટિસ પાઠવી હતી. એટલું જ નહિ સાબરમતી ગૌશાળા ટ્રસ્ટે ત્યાં રહેતા લોકો પાસેથી મહિને 300 રૂપિયા પેટે વળતર મેળવવાની માગ કરી હતી. જો કે, આજ દિવસ સુધી ચુકવવામાં આવ્યું નથી. આમ, આ વિવાદાસ્પદ જમીનની સુનાવણી આગામી દિવસોમાં કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.