ETV Bharat / state

Khambhat communal violence: ખંભાતમાં કોમી હિંસા મામલે હાઇકોર્ટમાં પિટિશન, CID અથવા CBI તપાસ સોંપવા કરી માગ - ગુજરાત હાઇકોર્ટ

ખંભાતમાં થયેલી કોમી હિંસા (Khambhat communal violence)મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. અન્ય તપાસ એજેન્સીને તપાસ આપવાની પણ માંગણી કરવામાં આવી છે. આ સાથે કોમી હિંસામાં થયેલી તોડફોડ બદલ વળતરની પણ અરજીમાં માંગણી કરવામાં આવી છે.

Khambhat communal violence: ખંભાતમાં કોમી હિંસા મામલે હાઇકોર્ટમાં પિટિશન, CID અથવા CBI તપાસ સોંપવા કરી માગ

author img

By

Published : May 9, 2022, 9:00 PM IST

અમદાવાદઃ ખંભાતમાં થયેલી કોમી હિંસા મુદ્દે( Khambhat communal violence)ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ(Gujarat High Court) કરવામાં આવી છે. કોમી હિંસામાં નોંધાયેલી FIR ની તપાસ CID અથવા CBI સોંપવા અરજીમાં માગણી કરવામાં આવી છે. આ હિંસા મામલે તપાસ માટે અન્ય તપાસ એજેન્સીને તપાસ આપવાની પણ માંગણી કરવામાં આવી છે. આ સાથે કોમી હિંસામાં થયેલ નુકસાન બદલ વળતરની પણ અરજીમાં માંગણી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Communal Violence In Khambhat: પથ્થરમારાની ઘટનામાં મૃત્યુ પામેલા વૃદ્ધની અંતિમ યાત્રામાં જોડાયું આખું ખંભાત, ગૂંજ્યા જય શ્રીરામના નારા

ખંભાતમાં પથ્થરમારો - ખંભાતમાં રામનવમી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા પર 100થી 150 જેટલા અસામાજિક તત્વોના ટોળા દ્વારા યાત્રામાં ભારે પથ્થરમારો (Communal Violence In Khambhat) થતાં અફરાતફરી ભર્યો માહોલ સર્જાયો હતો. અચાનક બનેલી આ ઘટનામાં યાત્રામાં જોડાયેલા રામ ભકતોમાં નાસભાગ મચી જવા પામી હતી. અને આ સમગ્ર હુમલામાં એક વયસ્ક કનૈયાલાલ રાણાનું મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનામાં અનેક નાગરિકો ઈજાગ્રસ્ત થયા હતા અને શોભાયાત્રાના બંદોબસ્તમાં આવેલા પોલીસ કર્મચારીઓને પણ ઈજા પહોંચી હતી. જે બાદ ઘટનાને પગલે જિલ્લાનો પોલીસ કાફલો ખંભાતમાં તહેનાત કરી દેવામાં આવ્યો હતો.

આ ઘટનામાં એકનું મોત - આ ઘટનામાં મૃત્યુ પામેલા કનૈયાલાલ રાણાના મૃતદેહની ખંભાતમાં ભારે હૈયે અંતિમ યાત્રા નીકળી હતી. ત્યારે સમગ્ર શહેર હીબકે ચડી ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર શહેરમાં જય શ્રીરામના નારા સાથે નીકળેલી સ્મશાન યાત્રા સહિત શહેરીજનોએ મૃતકને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે આ સમગ્ર ઘટનામાં ભોગ બનેલા મૃતકના પરિવારને આશ્વાસન આપવા જિલ્લાના સાંસદ મિતેશ પટેલ (MP Mitesh Patel visiting Khambhat) ખંભાત પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ Communal Violence in India: કોમી હિંસા માંથી સરકારને લાભ લેવામાં રસ, કટ્ટરવાદીઓએ સીરિયા-અફઘાનિસ્તાનની હાલત જોવી જોઇએ

પૂર્વ આયોજિત તોફાનો - મહત્વનું છે કે, ખંભાત માં સતત બનતા કોમી તોફાનો (Communal riots In Gujarat) ક્યાંકને ક્યાંક પૂર્વ આયોજિત કાવતરાઓ તરફ ઈશારો કરી રહ્યા છે. 2019, 2020 અને 2022માં ખંભાતમાં કોમવાદી દુષણોને પ્રોત્સાહિત કરીને શહેરની શાંતિ ડહોળવાના સતત પ્રયત્નો થતા હોય તેવું લાગી રહ્યું છે. અંતિમ યાત્રા પૂર્વે પ્રજાએ ધારાસભ્ય મયુર રાવલની હાજરીમાં ચિચિયારીઓ બોલાવી હતી અને મૃતકના પરિવારને સાંત્વના આપવા દીધા વગર સ્થળ પરથી કાઢી મૂક્યા હતા, ત્યારે પોલીસે તેમને કોર્ડન કરી લઈ જવા માટે ફરજ પડી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.