ETV Bharat / state

અમદાવાદમાં આધેડે જાહેરમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો - gujarat news

અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં એક આધેડે જાહેરમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તો કેટલાક દિવસ અગાઉ મકાન ધરાશાયી ઘટના બની હતી. જેમા ઇજાગ્રસ્ત આધેડ વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી. તેને લઈને મકાનમાલિકે ધમકી આપતા આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે શરીરને આગ ચાંપી દેતા ઇજાગ્રસ્ત થયેલા આધેડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

commit suicide
commit suicide
author img

By

Published : Nov 10, 2020, 12:43 PM IST

  • ફરિયાદ કર્યા મામલે ધમકી મળતા આધેડે આપઘાતનો પ્રયાસ કર્યો
  • જાહેરમાં આગ ચાંપી કર્યો આપઘાતનો પ્રયાસ
  • ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
  • આગ લાગતાં કપડાં અને ચામડી બળી ગઈ

અમદાવાદઃ કુબેરનગરમા જાહેરમાં જ સંતોષ ચારણ નામના વ્યક્તિએ પોતાના શરીરને આગ ચાંપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આગ લાગતાં જ વ્યક્તિના શરીર પરના કપડાં બળી ગયા હતા તથા શરીરની ચામડી પણ બળી ગઈ હતી. બનાવની જાણ થતાં સરદારનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

ફરિયાદ મામલે ધમકી મળતા ભર્યું હતું પગલું

પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, અગાઉ બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી તે બિલ્ડીંગના માલિકની બેદરકારી સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી. જેમાં ફરિયાદી ઇજાગ્રસ્ત સંતોષ ચારણ હતા. જેની જાણ મકાન માલિકને થતાં તેણે ઈજાગ્રસ્તને ધમકી આપી હતી અને ધમકીથી કંટાળીને ઈજાગ્રસ્તે આ પગલું ભર્યું છે.

આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો

પોલીસે તપાસ શરૂ કરી

ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સરદારનગર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.