- સ્વ. લક્ષ્મણભાઈ માનવ સેવા ટ્રસ્ટ ભાવનગર દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું
- ટ્રસ્ટ દ્વારા માતા કે પિતા ન હોય તેવી કોઇપણ સમાજની દીકરીને સમૂહ લગ્નમાં અપાઈ પસંદગી
- સ્વ. લક્ષ્મણભાઈ માનવ સેવા ટ્રસ્ટ ભાવનગર દ્વારા પ્રથમ 11 દીકરીઓનો સમૂહ લગ્ન સમારોહ યોજાયો
અમદાવાદઃ ધોલેરા તાલુકાના ગોરાસુ ગામે સાધુ-સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં સ્વ. લક્ષ્મણભાઈ માનવ સેવા ટ્રસ્ટ ભાવનગર દ્વારા માતા કે પિતા ન હોય તેવી 11 દીકરીઓ માટે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સમૂહ લગ્નમાં ભાવનગર જિલ્લા અને અમદાવાદ ગ્રામ્યના છેવાડાના ધંધુકા, ધોલેરા, બાવળા અને ધોળકા સહિતના તાલુકાઓમાંથી માતા કે પિતા ન હોય તેવી દીકરીને આ સમૂહ લગ્નમાં પસંદગી અપાઇ હતી.
આ પણ વાંચોઃ ગોધરામાં હમદર્દ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો
સ્વ. લક્ષ્મણભાઈ માનવ સેવા ટ્રસ્ટ ભાવનગર દ્વારા પ્રથમ લગ્ન સમારોહ યોજાયો
આ લગ્ન સમારોહમાં ગોરાસુ ગામના વિવિધ જ્ઞાતિના લોકો સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હતા. સ્વ. લક્ષ્મણભાઈ માનવ સેવા ટ્રસ્ટ ભાવનગર દ્વારા 11 દીકરીઓના પરિવાર પાસેથી કોઇપણ જાતનો ખર્ચ લીધા વિના લગ્ન કરાવવામાં આપ્યા હતા.
આ પણ વાંચોઃ વડોદરામાં સતત ચોથા વર્ષે દિવ્યાંગ માટે સમુહ લગ્ન યોજાયું, ૧૮ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા
આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં સમૂહ લગ્નનું આયોજન કરશેઃ ટ્રસ્ટીઓ
જે દીકરીના માતા કે પિતા ન હોય તેવી દીકરીના લગ્ન માટે ખૂબ જ મુશ્કેલીઓ પડતી હોય છે. તેને ધ્યાને રાખીને ટ્રસ્ટ દ્વારા તમામ સમાજની સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. ટ્રસ્ટ દિનપ્રતિદિન આવી દીકરીઓ માટે આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં સમૂહ લગ્નનું આયોજન કરશે તેમ ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.