ETV Bharat / state

અંધજન મંડળ દ્વારા 1000 દિવ્યાંગોને અનાજની કીટ આપવામાં આવશે - ETVBharat

અમદાવાદ શહેરમાં દિવ્યાંગોને દોઢ મહિનાનું રાશન ભરી આપવા માટે અંધજન મંડળ આગળ આવ્યું છે. કોરોના સંકટના સમયે એક હજાર જેટલા દિવ્યાંગોને પૂરતું અનાજ મળી રહે તે માટે કીટ તૈયાર કરવામાં આવી રહી છે.

અંધજન મંડળ દ્વારા 1000 દિવ્યાંગોને અનાજની કીટ આપવામાં આવશે

author img

By

Published : Mar 25, 2020, 4:40 PM IST

Updated : Mar 25, 2020, 5:05 PM IST

અમદાવાદ: કોરોના સંકટની ઘડીએ આખા દેશમાં લૉક ડાઉન જાહેર કરાયું છે. નાના-મોટા વેપારધંધાં અને રોજગાર સંપૂર્ણ બંધ કરી દેવાયાં છે. બહુજન હિતાય લેવાયેલા આ નિર્ણયથી રોજબરોજનું પેટીયું રળી ખાતાં ગરીબોને કફોડી હાલતમાં મૂકી દીધાં છે, ત્યારે વિવિધ સ્વૈચ્છિક સંગઠનો અને ખુદ પોલીસ પણ આગળ આવી છે. અંધજન મંડળ આવી સેવાઓ પહેલેથી જ કરતું આવ્યું છે, ત્યારે આ સંકટના સમયે એક હજાર જેટલા દિવ્યાંગોને પૂરતું અનાજ મળી રહે તે માટે કીટ તૈયાર કરવામાં આવી રહી છે.

અંધજન મંડળ દ્વારા 1000 દિવ્યાંગોને અનાજની કીટ આપવામાં આવશે
આ અનાજની કીટમાં પાંચ કિલો ચોખા, એક કિલો તુવેર દાળ, બે કિલો લોટ અને તેલ દિવ્યાંગ ભાઈબહેનોને આપવામાં આવશે અને આ અનાજ દોઢ મહિનો ચાલે તેટલું હશે. શહેરમાં આવા સંકટના સમયે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આગળ આવી છે અને ઘરવિહોણાં લોકોને ફૂડ પેકેટસ પહોંચાડી રહી છે, ત્યારે આવા સંજોગોમાં દરેકને ઘરે રહેવાની અને સુરક્ષિત રહેવાની જ અપીલ કરાઈ રહી છે.

Last Updated : Mar 25, 2020, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.