ETV Bharat / state

અમદાવાદ જિલ્લામાં યોજાયો ભવ્ય રક્તદાન કેમ્પ - Gujarat News

માંડલ ભાજપ સંગઠનના યુવા અને અનુ.જાતિ મોરચા દ્વારા મેઘમણી સ્કૂલમાં રક્તદાન કેમ્પ યોજાયો. ભાજપ સરકારના સુશાસનના સાત વર્ષ પૂર્ણ થતા ગુજરાત ભાજપ દ્વારા દરેક ભાજપ શાસિત તાલુકા અને શહેરોમાં રક્તદાન કેમ્પ કરવાનું આવાહ્ન કરાયું છે. જેના ભાગરૂપે થેલેસેમિયાના દર્દીઓ અને બાળકો માટે રક્તદાનનું આયોજન કરી સેવા યજ્ઞમાં સૌ કાર્યકરોએ પોતાની આહુતિ હોમી હતી.

Blood donation camp news
Blood donation camp news
author img

By

Published : Jun 8, 2021, 1:10 PM IST

Updated : Jun 8, 2021, 4:20 PM IST

  • માંડલ મેઘમણી સ્કૂલમાં રક્તદાન શિબિર યોજાઈ
  • ભાજપ સંગઠનના યુવા મોરચા અને અનુ.જાતિ મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ
  • 100 બોટલ રક્ત બોટલોનો ટાર્ગેટ પૂરો કરાયો
  • માંડલ ભાજપ સંગઠનના યુવા અને અનુ.જાતિ મોરચા દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો

અમદાવાદ : ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી અને અમીતભાઈ શાહની કેન્દ્રમાં ભાજપ સરકારના સુશાસનના 7 વર્ષ પુર્ણ થતાં ગુજરાત ભાજપ દ્વારા દરેક ભાજપ શાસિત તાલુકા અને શહેરોમાં રક્તદાન કેમ્પ કરવાનું આવાહ્ન કરાયું હતું. જેના ભાગરૂપે આજે મંગળવારે તા.7 જૂને માંડલના મેઘમણી સંસ્કારધામ હોલમાં ભાજપ સંગઠનના યુવા મોરચા અને અનુસુચિત મોરચા દ્વારા થેલેસેમીયાના દર્દીઓ અને બાળકો માટે રક્તદાનનું આયોજન કરી સેવારૂપી યજ્ઞમાં સૌ કાર્યકરોએ પોતાની આહુતિ હોમી હતી.

માંડલમાં યોજાયો ભવ્ય રક્તદાન કેમ્પ

આ પણ વાંચો : વિરમગામ APMCમાં ભાજપ યુવા મોરચા અને મહિલા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

આ પ્રસંગે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અનુ.જાતિના ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ પ્રદ્યુમન વાઝા, પુર્વ ધારાસભ્ય વર્ષા દોશી તેમજ તેજશ્રી પટેલ, અનુ.જાતિના પ્રદેશ મંત્રી નરેન્દ્ર પરમાર, પુર્વ ધારાસભ્ય વજુ ડોડીયા, અમદાવાદ જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ રણધિરસિંહ પઢેરીયા, અનુ.જાતિના પ્રમુખ ધીરજ રાઠોડ, અમદાવાદ જિ.પં.ના સદસ્ય ભીખાભાઈ અને બાબુભાઈ, અમદાવાદ મંત્રી કિર્તીબેન આચાર્ય, જિલ્લા મહામંત્રી નવદિપ સિંહ ડોડીયા ઉપસ્થિત રહ્યાં હતા.

અનેક કાર્યકરોએ રક્તદાન કર્યું

માંડલના સરપંચ હંસાબેન ઠાકોર, માંડલ તાલુકા પંચાયતના પ્રમુખ મહેશ પટેલ, માંડલ સંગઠન પ્રમુખ દશરથ પટેલ, મહામંત્રી કૌશિક ઠાકોર, પસા જાદવ, માંડલ APMCના પુર્વ ચેરમેન વા. મનુ ડોડીયા, કિસાન મોરચાના મહામંત્રી દિલીપ જાદવ, ગોપાલ હોટલમાં નરેશભાઈ ભરવાડ, વિરમગામ તા.પં.સદસ્ય હરિભાઈ પરમાર, ભાજપ અનુ. કારોબારી સદસ્ય જયદિપ મોરી તેમજ લખન ઠાકોર અઅમદાવાદમાં રક્તદાન કેમ્પમાં દેવા ઠાકોર સહિત અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચો : વિસનગર APMC હોલ ખાતે 250 રક્તદાતાઓ સાથે રક્તદાન કેમ્પ યોજાયો

આ પ્રસંગે દિપ પ્રાગટ્ય કરી મુખ્ય મહેમાનોએ શાબ્દિક પ્રવચનો આપ્યા હતાં

મહાનુભાવોના હસ્તે વિવિધ મોરચાના પસંદગી પામેલા હોદ્દેદારોને પોતાનો હોદ્દો સોંપાયો હતો. આ પ્રસંગે રક્તદાતાઓને સર્ટીફીકેટ પણ એનાયત કરાયા હતાં. આ રક્તદાન શિબિરમાં અમદાવાદ રેડક્રોસ સો.લી બ્લડ બેંક દ્વારા સેંકડો રક્તદાતાઓના રક્ત લેવાયા હતાં અને આ કાર્યક્રમમાં 100 જેટલી બોટલોનો ટાર્ગેટ પુરો કરવામાં આવ્યો હતો.

Last Updated : Jun 8, 2021, 4:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.