અમદાવાદ શહેરમાં ઓગણજ ખાતે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની (Pramukh Swami Shatabdi Mahotsav) ઉજવણી થઈ રહી છે. ત્યારે અહીં વિશ્વભરમાંથી ભક્તો (Devotees of Swaminarayan) એક મહિના માટે સેવા કરવા પહોંચ્યા છે. આવી જ રીતે 2 યુવાનો અહીં આવ્યા છે. આમાંથી એક યુવાન અમેરિકામાં Google કંપનીમાં અને બીજો યુવાન બેંગ્લોર ગુગલમાં જોબ (Google employee service in Pramukh Swami Nagar) કરે છે. તેઓ એક મહિનાની રજા લઈને અહીં આવ્યા છે.
2 વર્ષથી નહતી લીધી રજા આ અંગે તેમણે જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજ (Google employee service in Pramukh Swami Nagar) દ્વારા ચાલતી પ્રવૃત્તિઓથી આ જગ્યા ઉપર પહોંચી શક્યા છીએ, જેનું ઋણ ચૂકવવાનો ઉત્તમ સમય છે. બીજી તરફ તેમણે 2 વર્ષથી રજાનો ઉપયોગ કર્યો નહતો. એટલે હવે એક મહિનાની રજા લઈને અમે સેવા માટે આવ્યા છીએ.
ઋણ ચૂકવવાનો સમય છે આ અંગે Googleના કર્મચારી પુનિત છેલાડીયાએ જણાવ્યું હતું કે, હાલ હું બેંગ્લોરમાં ગુગલ કંપનીમાં પ્રોગ્રામ મેનેજમેન્ટમાં નોકરી કરું છું. બાળપણથી જ BAPS જોડાયો હતો. ત્યારબાદ વિદ્યાનગરમાં 4 વર્ષ અભ્યાસ કર્યો હતો અને યુવક મંડળ સભ્ય છું. આજે મને જે મારી પર્સનાલિટી ડેવલોપમેન્ટ અને મેનેજમેન્ટ સ્કિલ જે મળી છે. તે પ્રમુખસ્વામી મહારાજના (Pramukh Swami Shatabdi Mahotsav) અને તેમના દ્વારા ચાલતી પ્રવૃત્તિથી જ હું આટલી મોટી જગ્યા પર પહોંચી શક્યો છું અને હું જે શીખ્યું છે. તેનો ઋણ ચૂકવવા અહીંયા 30 દિવસ માટે સેવામાં આવ્યો છું.
કોઈ પણ જાતનો અભિમાન કર્યું નથી વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજમાં (Pramukh Swami Shatabdi Mahotsav) ગુણોના મહાસાગર હતો. એમનામાં અનંત ગુણો હતા આજે 50થી વધુ દેશોમાં BAPSની સંસ્થાના પ્રમુખ છે. લાખો હરિભક્તો (Devotees of Swaminarayan), હજારો મંદિરોની સંતો છે. તેમને ક્યારેય પણ કોઈ પણ જાતનો અભિમાન કર્યું નથી. હંમેશા નામાના નાનો માણસ ગરીબ હોય કે રાષ્ટ્રપતિ તમામને આદરભાવે અને નમ્રતાથી તેઓ મળતા હતા.
રજાનો સદુપયોગ કર્યો આ અંગે યુવક અક્ષય મોદીએ જણાવ્યું હતું કે, હું અમેરિકાના કેલિફોર્નિયાની અંદર ગુગલ કંપનીમાં એક સોફ્ટવેર એન્જિનિયર (Google employee service in Pramukh Swami Nagar) તરીકે કામ કરી રહ્યો છું. કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી આ મહોત્સવ ઉજવી શકવામાં આવ્યો નહતો. ત્યારે ત્યાં રહીને 2 વર્ષ સુધી એક પણ દિવસની રજા લીધી નહતી. તે રજાનો ઉપયોગને આ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં કર્યો છે. આ માટે (Google employee service in Pramukh Swami Nagar) હું 30 દિવસની રજા લઈને પ્રમુખસ્વામી મહારાજ શબ્દથી મહોત્સવમાં સેવા માટે આવ્યો છું.