2 જૂને યોજાવનાર BRDS વાર્ષિક ફેશન શોમાં 70 થી વધારે વિદ્યાર્થી પોતાના ઈનોવેટિવે ગાર્મેન્ટ્સ 16થી વધુ થીમ અને 6 વિવિધ શ્રેણીઓમાં રજૂ કરશે. આ વાર્ષિક શોમાં અમદાવાદના જાણીતા ડિઝાઈનરો અને હસ્તીઓ પણ સામેલ થશે.
આ વાર્ષિક ફેશન શૉ વિશે વાત કરતા BRDSના ફેશન ડિઝાઈનર ફેકલ્ટીએ જણાવ્યું હતું કે, દરેક ફેશન ડિઝાઈનર વિદ્યાર્થીઓને 1 પ્લેટફોર્મ પૂરુ પાડવા માટે આ વાર્ષિક શોનું આયોજન કરવામાં આવે છે અને તેમના ભણતર સાથે છુપાયેલ કળાને બહાર લેવાનો આ 1 પ્રયત્ન છે. સતત ૩ મહિનામાં પ્રયત્નો અને રિસર્ચ પછી આજે આ ગાર્મેન્ટ્સ રેડી થયા છે. જે લોકો સમક્ષ રજુ કરવામાં આવશે. ભારતીય પરંપરાગત પોશાકમાં પશ્ચિમી પરંપરાગત વસ્ત્રો, વેરેબલ કલેક્શન, પાર્ટી કલેક્શન, આર્ટ કલેક્શન અને કિડ્સ વેર કલેક્શન રજુ કરવામાં આવશે.